13 જૂને નિર્જળા એકાદશી / વર્ષની બધી એકાદશીમાં સૌથી વધુ મહત્વ નિર્જળા એકાદશીનું છે, આ વ્રત કરનાર પાણી પણ પીતાં નથી

nirjala ekadashi 13 June 2019
X
nirjala ekadashi 13 June 2019

Divyabhaskar.com

Jun 07, 2019, 10:35 AM IST

ધર્મ ડેસ્ક: 13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યું હતું, એટલા માટે તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. જ્યાતોષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

નિર્જળા એકાદશીની ખાસ વાતો

વ્રત કરનાર વ્યક્તિએ નિર્જળા એકાદશીની તૈયારી એક દિવસ પહેલા જ કરી લેવી જોઈએ. દશમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ.
 

ભક્તે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. 
 

સ્નાન કરતી વેળાએ પવિત્ર નદીઓના નામનો જાપ કરવો. એવું કરવાથી ઘરમાં જ ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય ચે.
 

સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન સામે કહેવું કે તમે વ્રત કરવા ઈચ્છો છો અને તેને પૂરું કરવાની શક્તિ આપો.
 

ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પીળા ફળ, પીળા પકવાનનો ભોગ લગાવવો. દીવો કરી આરતી કરવી. ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવો. વિધિવત પૂજા કરવી.

એકાદશીના દિવસે પાણીનું દાન કરવું. પાણીનું પરબ હોય ત્યાં માટલાનું દાન કરવું. શક્ય હોય તો ગૌશાળામાં ધનનું દાન કરવું.
 

આ એકાદશીની સાંજે તુલસીની વિશેષ પૂજા કરવી. સાંજે તુલસી પાસે દીવો કરવો અને પરિક્રમા કરવી.
 

આગળના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું. પૂજા-પાઠ કરવો. ત્યાર પછી ભોજન લેવું. 
 

નિર્જળા એકાદશી કરનાર મોટાભાગના લોકો પાણી પણ પીતા નથી. જો તમારા માટે શક્ય ન હોય તો ફળોનો રસ લેવો, પાણી, દૂધ, ફળાહારનું સેવાન કરવું. પોતાની શક્તિ મુજબ વ્રત કરવું. 
 

એકાદશીના દિવસે ધાર્મિક આચરણ કરવું. ક્રોધ ન કરવો. ધરમાં શાંતિનું વાતાવરણ રાખવું. માતા-પિતાના આશીર્વાદ લેવા અને જીવનસાથીનું સન્માન કરવું.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી