નવરાત્રિ / આ 9 દિવસોમાં વ્રત કરવાથી શારીરિક, માનસિક અને ધાર્મિક લાભ મળે છે

Navratri 2019: These 9 days of fasting provide physical, mental and religious benefits

Divyabhaskar.com

Sep 30, 2019, 02:45 PM IST

ધર્મ ડેસ્કઃ ઘટસ્થાપના સાથે જ નવ દિવસ સુધી દેવી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા અને ઉપાસના શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન નવ દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે. રવિવારે કળશ સ્થાપના સાથે શૈલપુત્રીની પૂજા કરવામાં આવી હતી. ત્યાર બાદ બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કત્યાયિની, કાલરાત્રિ, મહાગોરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. 6 ઓક્ટોબરે મહાઅષ્ટમી અને 7 ઓક્ટોબરે મહાનવમી રહેશે. ત્યાર બાદ 8 ઓક્ટોબરે વિસર્જન સાથે નવરાત્રિ પૂર્ણ થશે.

સ્વચ્છતાનું ધ્યાન રાખવાથી માતા દરિદ્રતા દૂર કરશેઃ-
માતા આ 9 દિવસમાં ભક્તોના ઘરે આવે છે. એવામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માતા આવે છે. માતા જે ઘરમાં પ્રવેશ કરે છે તે ઘરમાં ખુશહાલી આવે છે. દરિદ્રતાનો વાસ દૂર થાય છે. માતાના આ 9 દિવસમાં કોઇને દુઃખ આપવું નહીં. ભૂખ્યા લોકોને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પીવડાવવું જોઇએ. ગરીબ લોકોની બની શકે તેટલી મદદ કરવી જોઇએ.

મનોકામના પૂર્ણ થાય છેઃ-
નવરાત્રિમાં માતાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં રાખવામાં આવેલાં વ્રતનું અનેકગણું ફળ મળે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી વ્રત રાખવાની પરંપરા છે. થોડાં લોકો માત્ર એકમ, આઠમ અને નોમના દિવસે જ ઉપવાસ રાખે છે. વ્રત કરવાથી શારીરિક, માનસિક અને ધાર્મિક લાભ મળે છે. નવરાત્રિમાં વ્રત રાખવાથી મન, તન અને આત્મા શુદ્ધ થાય છે. નોરતાના નવ દિવસોમાં 9 દિવસ સુધી વ્રત રાખીને મન, તન અને આત્માનું શુદ્ધિકરણ કરી શકાય છે. આ દિવસોમાં વ્રત કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે, આ દિવસોમાં વ્રત રાખવાથી માતા પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

દેવતાઓએ પણ માતાનું પૂજન કર્યું હતું-
ધાર્મિક પુરાણો પ્રમાણે, માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દેવતાઓએ પણ નોરતાના 9 દિવસનો ઉપવાસ રાખ્યો હતો. દેવરાજ ઇન્દ્રએ રાક્ષસ વૃત્રાસુરનો વધ કરીને માતા દુર્ગાની પૂજા-અર્ચના અને નવરાત્રિ વ્રત રાખ્યું હતું. ભગવાન શિવે ત્રિપાસુર દૈત્યનો વધ કરીને માતા ભગવતીની પૂજા કરી હતી. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ મધુ નામના અસુરનો વધ કરીને માતા દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન શ્રીરામે પણ રાવણનો વધ કરવા માટે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરી અને નવરાત્રિ માટે વ્રત રાખ્યું હતું. દેવી માતાના આશીર્વાદથી જ ભગવાન રામને અમોધ વાણ પ્રાપ્ત થયું. જેનાથી તેઓ રાવણનો વધ કરી શક્યા હતાં. પાંડવોએ પણ વિજય માટે દેવી માતાની ઉપાસના કરી હતી.

આ ભૂલો નોરતા દરમિયાન કરવી નહીં-

નોરતા દરમિયાન વ્રત કરનાર લોકોએ દાઢી-મૂંછ અને વાળ કપાવવા નહીં.
ઘરમાં કળશ સ્થાપિત કર્યો હોત તો દસેય દિવસ અખંડ જ્યોત પ્રગટાવો.
આ નવ દિવસ દરમિયાન તામસી ભોજન કરવું નહીં. લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો.
વ્રત કરનાર વ્યક્તિ આ દિવસો દરમિયાન અનાજનું સેવન કરે નહીં. માત્ર ફળાહાર કરો.
પુરાણો પ્રમાણે, નોરતામાં દિવસે સૂવું વર્જિત છે.
વ્રત સમયે માંસ-દારૂ તથા તંબાકૂનું સેવન પણ વર્જિત છે.

X
Navratri 2019: These 9 days of fasting provide physical, mental and religious benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી