વિદૂરનીતિ / છળ કરીને કમાયેલું ધન અને ખોટી જગ્યાએ કરવામાં આવેલું રોકાણ લાંબા સમય સુધી ટકતું નથી

vidur niti, mahabharata prerak prasang, mahabharata niti, motivational tips, inspirational tips

  • મહાભારતમાં દુર્યોધને ખોટી રીતે પાંડવોની સંપત્તિ છીનવી લીધી હતી, અંતે તેનો સંપૂર્ણ વંશ નષ્ટ થઈ ગયો હતો

Divyabhaskar.com

Oct 09, 2019, 04:06 PM IST

ધર્મ ડેસ્ક- મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને વિદૂરનો સંવાદ બતાવ્યો છે. આ સંવાદોમાં વિદૂરની વાતોને જ વિદૂર નીતિ કહેવામાં આવે છે. જો આ નીતિઓને દૈનિક જીવનમાં ધ્યાન રાખવામાં આવે તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ...

મહાભારતમાં ઉદ્યોગપર્વના 36માં અધ્યાયના 44મા શ્લોકમાં લખ્યું છે કે-

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भात् सम्प्रवर्धते।
दाक्ष्यात्तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठत्ति।।


આ નીતિ શ્લોકમાં ચાર વાતો ધનને લગતી કહેવામાં આવી છે. આ નીતિની પહેલી વાત એ છે કે સારા કામથી જ સ્થાયી લક્ષ્મી આવે છે. મહાભારતમાં દુર્યોધને છળ-કપટ કરીને ખોટી રીતે પાંડવો પાસેથી તેમને ધન-સંપત્તિ છીનવી લીધી હતી, પરંતુ આ સંપત્તિ તેની પાસે ટકી ન શકી. દુર્યોધનની ભૂલોને લીધે જ તેના સંપૂર્ણ વંશનો અંત થઈ ગયો. પરીશ્રમ અને ઈમાનદારીથી કમાયેલું ધન સ્થાયી લાભ આપે છે.

બીજી વાત- ધનનું યોગ્ય મેનેજમેન્ટ અને રોકાણ કરવું જોઈએ. દુર્યોધને ધનનું મેનજમેન્ટ પાંડવોને નષ્ટ કરવા માટે જ કર્યું અને તે પોતે જ નષ્ટ થઈ ગયો.

ત્રીજી વાત- ચતુરાઈથી યોજનાઓ બનાવવી જોઈએ કે ધન ક્યાં-ક્યાં ખર્ચ કરવું જોઈએ. મહાભારતમાં પાંડવો દુર્યોધનની સાથે બધુ જ હારી ચૂક્યાં હતાં, ત્યારબાદ તેમને ધનના અભાવમાં જીવન વ્યતીત કર્યું અને ચતુરાઈથી યોજનાઓ બનાવીને વિશાળ સેના તૈયાર કરી લીધી અને મહાભારત યુદ્ધમાં વિજયી થયાં.

ચોથી વાત- હંમેશાં ધૈર્ય બનાવી રાખો, ધન આવે ત્યારે ખરાબ આદતોથી બચવું જોઈએ. યુધિષ્ઠિર પોતાની ખોટી આદતો દ્યુતક્રિ઼ડા(જુગાર)માં જ દુર્યોધન અને શકુની સામે બધુ જ હારી ગયાં હતાં.

X
vidur niti, mahabharata prerak prasang, mahabharata niti, motivational tips, inspirational tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી