પ્રસંગ / પતિ-પત્ની એક બીજાની ભૂલો સાથે મળીને સુધારશે તો હંમેશા ખુશ રહેશે

motivational story for wife and husband, inspirational story of sant kabir

  • સંત કબીરે તેમની પત્નીને દિવસે કહ્યું ફાનસ સળગાવીને લાવો, પત્નીએ પણ તેવુ જ કર્યુ

Divyabhaskar.com

Jul 17, 2019, 03:49 PM IST

ધર્મ ડેસ્ક. સંત કબીરના કેટલાક એવા પ્રસંગો જેમાંથી જીવનમા સુખી થવાના સૂત્રો મળે છે. અહીં એવો જ એક પ્રેરક પ્રસંગ...

  • ચર્ચામાં રહેલા પ્રસંગો મુજ સંત કબીર રોજ પ્રવચન આપતા હતા. આસપાસના ગામોના કેટલાક લોકો તેમની વાતો સાંભળવા માટે આવતા. એક દિવસ પ્રવચન પૂરુ થયા પછી એક વ્યક્તિએ કબીરજીને પૂછ્યુ કે, મારી પત્ની સાથે મારે રોજ ઝઘડો થાયા છે. મારી આ સમસ્યાનું નિવારણ કેવી રીતે આવી શકે? કબીરજી તેનો સવાલ સાંભળીને થોડો સમય શાંત રહ્યા. થોડી વાર પછી તેમણે પત્નીને ફાનસ સળગાવીને લાવવા કહ્યું. પત્ની તેમની વાતને અનુસરી અને ફાનસ સળગાવીને લાવી. આ દ્રશ્ય જોઈને પેલો માણસ વિચારતો જ રહ્યો કે, હમણાં બપોરનો સમય છે તો પછી કબીરજીએ ફાનસ કેમ મંગાવી હશે? થોડીવાર પછી કબીરજીએ ફરી પત્નીને કહ્યું, કંઈક ગળ્યું હોય તો આપજે. તે સમયે પત્ની મીઠાઈને બદલે ફરસાણ લઈને આવી.
  • કબીરજીએ સવાલ કરનાર વ્યક્તિને પુછ્યું, તમને તમારી સમસ્યાનું નિરાકરણ મળી ગયું? તે વ્યક્તિએ કહ્યું, ગુરુજી મને કંઈ સમજાયું નહીં. કારણકે તમે હજી સુધી કંઈ જણાવ્યું જ નથી. કબીરજીએ કહ્યું કે, જ્યારે મેં મારી પત્ની પાસે ફાનસ મંગાવી ત્યારે પણ તે કહી શકતી હતી કે હમણાં બપોર છે તો ફાનસની શી જરૂર છે? પરંતુ તેણે આવું ન કર્યું. તેણે વિચાર્યું કે જરૂર કંઈ કામ હશે તો જ મંગાવી હશે. તેથી એ ચૂપચાપ આપીને જતી રહી.
  • થોડા સમય પછી મેં જ્યારે મારી પત્ની પાસે મીઠાઈ માંગી તો તે ફરસાણ આપી ગઈ. એવું બની શકે કે ઘરમાં કોઈ મીઠઈ ન પણ હોય અને તેથી હું પણ ચૂપ રહ્યો. કબીરજીએ કહ્યું, પતિ-પત્ની વચ્ચે યોગ્ય સમજણ હોવી જોઈએ. બંનેએ એકબીજાની ભાવના સમજી લેવાની હોય છે. પરિસ્થિતિ મુજબ વ્યવહાર કરવો અને વાદ વિવાદથી બચવું જોઈએ. તે વ્યક્તિ સમજી ગયો કે કબીરજીએ આ બધું જ તેને સમજાવવા માટે જ કર્યુ હતું.
  • કબીરજીએ વધુમાં તે વ્યક્તિને કહ્યું કે, પતિ દ્વારા કોઈ ભૂલ થાય તો પત્નીએ તેને સુધારી લેવી જ્યારે પત્ની ભૂલ કરે તો પતિએ સુધારી લેવી જોઈએ. સુખી જીવન જીવવાનો આ એક મંત્ર છે. આ વાતોનું ધ્યાન રાખતા પતિ-પત્ની હંમેશા સુખી થાય છે.
X
motivational story for wife and husband, inspirational story of sant kabir
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી