પર્વ / તિથિ, નક્ષત્ર અને ગ્રહોના સંયોગથી 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે

Mahashivaratri will be celebrated on 21 February due to the coincidence of date, constellation and planets

  • શિવપુરાણ પ્રમાણે શિવરાત્રિએ રાતના ચારેય પ્રહરમાં પૂજા કરવી જોઇએ

Divyabhaskar.com

Feb 15, 2020, 10:33 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શિવપુરાણ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે સૃષ્ટિની શરૂઆત થઇ હતી. એટલાં માટે આ દિવસે વ્રત અને શિવજીની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે, મહા વદ તેરસના રોજ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે. શિવરાત્રિએ રાતના ચારેય પ્રહરમાં શિવજીની પૂજા કરવી. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રના શુભ સંયોગમાં 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.

21 ફેબ્રુઆરીએ શિવરાત્રિ કેમઃ-
બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે જ્યારે સૂર્ય કુંભ રાશિ અને ચંદ્ર શ્રવણ નક્ષત્ર સાથે મકર રાશિમાં હોય છે ત્યારે મહા વદ તેરસ તિથિની રાતે આ પર્વ ઉજવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ સાંજે 5.36 વાગ્યા સુધી તેરસ તિથિ રહેશે, ત્યાર બાદ ચૌદશ તિથિ શરૂ થઇ જશે અને 22 ફેબ્રુઆરી સુધી રહેશે. એટલે આ પર્વ 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

રાતે 4 પ્રહરમાં શિવપૂજા થશેઃ-
શિવરાત્રિ પૂજા રાતના સમયે એકવાર અથવા ચાર વાર કરવામાં આવી શકે છે. રાતના ચાર પ્રહર હોય છે અને શિવપુરાણ પ્રમાણે દરેક પ્રહરમાં શિવપૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શિવરાત્રિના દિવસે સંધ્યાકાળ પહેલાં સ્નાન કરવું જોઇએ. ત્યાર બાદ પૂજા કરવી અથવા મંદિર જવું જોઇએ. શિવજીની પૂજા રાતે પણ કરવી જોઇએ. શિવરાત્રિએ આખી રાત જાગરણ કર્યા બાદ બીજા દિવસે વ્રત ખોલવું જોઇએ.

વર્ષભરમાં 12 શિવરાત્રિ, પરંતુ મહા મહિનાની શિવરાત્રિ ખાસ છેઃ-
વર્ષમાં 12 શિવરાત્રિઓમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દર મહિને વદ પક્ષની તેરસને માત્ર શિવરાત્રિ કહેવામાં આવે છે, પરંતુ મહા મહિનાની વદ પક્ષની તેરસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિએ રાતના પ્રહરની પૂજા સાંજે 6-41 મિનિટથી રાતે 12-52 મિનિટ સુધી રહેશે. બીજા દિવસે સવારે મંદિરમાં ભગવાન શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

X
Mahashivaratri will be celebrated on 21 February due to the coincidence of date, constellation and planets
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી