પરંપરા / રવિવારે માઘ મહિનાની પૂનમ, આ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઇએ

Magh month purnima on Sunday, satyanarayan katha, benefits of satyanarayan katha, maghi purnima on 9 February

  • સ્કંદ પુરાણમાં સત્યનારાયણની કથા ઉલ્લેખવામાં આવી છે, હંમેશાં સાચુ બોલવું અને પોતાના સંકલ્પોને ક્યારેય ભુલવા નહીં તેવું શીખવે છે

Divyabhaskar.com

Feb 09, 2020, 07:00 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ રવિવાર, 9 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમ છે, જેને માઘી પૂનમ કહેવામાં આવે છે. આ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. પ્રાચીનકાળથી દરેક મહિનાની પૂનમના દિવસે સત્યનારાયણની કથા સાંભળવાની પરંપરા ચાલી રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સત્યનારાયણ કથાના મૂળ સંદેશ પ્રમાણે, વ્યક્તિએ ક્યારેય ખોટું બોલવું જોઇએ નહીં અને પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા જોઇએ. ભગવાન સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. પૂનમ તિથિએ વિષ્ણુજી અને તેમના અવતારોની પૂજા કરવાની માન્યતા છે.

સ્કંદ પુરાણમાં સત્યનારાયણ કથાનો ઉલ્લેખ છેઃ-
સ્કંદ પુરાણ 18 પુરાણોમાંથી એક છે. આ પુરાણનો સંબંધ સ્કંદ ભગવાન સાથે છે, માટે તેને સ્કંદ પુરાણ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં બધા જ વિશેષ તીર્થ, નદીઓનો મહિમા ઉલ્લેખવામાં આવ્યો છે. આ પુરાણમાં બધા વ્રત-પર્વની કથાઓ પણ છે. સ્કંદ પુરાણના રેખાખંડમાં સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ છે. આ કથામાં મુખ્ય રીતે બે વિષય છે. એક પોતાના સંકલ્પને ભુલવો અને બીજો પ્રસાદનું અપમાન કરવું. આ કથા નાના-નાના પ્રસંગોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિએ હંમેશાં સાચુ બોલવું જોઇએ. અસ્ત્ય બોલવાથી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કથાનો મૂળ ઉદેશ્ય છે કે, ખોટું બોલવાથી અને સંકલ્પને પૂર્ણ ન કરવાથી ભગવાન નિરાશ થાય છે અને સજા પણ આપે છે.

સત્યનારાયણની પૂજા સાથે જોડાયેલી ખાસ વાતોઃ-
ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ સત્યનારાયણની પૂજામાં કેળાના પાન, ફળ, પંચામૃત, સોપારી, પાન, તલ, કંકુ અને દૂર્વા વિશેષ રાખવી જોઇએ. પૂજામાં દૂધ, મધ, કેળા, ગંગાજળ, તુલસીના પાન પણ રાખવાં. દૂધ, દહી, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને પંચામૃત બનાવો. સૂકા મેવા મિક્સ કરીને હલવો બનાવો.

ભગવાનની કથા આપણે જાતે પણ વાંચી શકીએ છીએ અથવા પૂજા માટે કોઇ બ્રાહ્મણની મદદ પણ લઇ શકીએ છીએ. બ્રાહ્મણ પાસે કથા પાઠ કરાવવાથી યોગ્ય વિધિ-વિધાનથી પૂજા સંપન્ન થાય છે. એટલે જ મોટાભાગના લોકો પોતાના ઘરમાં બ્રાહ્મણ પાસે જ કથાનો પાઠ કરાવે છે.

X
Magh month purnima on Sunday, satyanarayan katha, benefits of satyanarayan katha, maghi purnima on 9 February
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી