મંગળવાર વિશેષ / સંકટમોચનના 10 એવા ખાસ મંદિર, જ્યાં દર્શન કરવા આવતાં ભક્તો પીડામુક્ત થઇ જાય છે

Lord Hanuman10 special temples of Lord Hanuman, where devotees have the most faith

  • સંકટમોચનના એવા 10 ખાસ મંદિર, જ્યાં દર્શન કરવા આવતાં ભક્તો પીડામુક્ત થઇ જાય છે

Divyabhaskar.com

Jan 07, 2020, 10:19 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ભગવાન હનુમાનજીને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજી એવા દેવતા છે, જેમનું મંદિર દરેક સ્થાને સરળતાથી મળી જાય છે. કળિયુગમાં સૌથી વધારે ભગવાન શંકરના અગિયારસમાં રૂદ્ર અવતાર શ્રીહનુમાનજીને જ પૂજવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે. આજે અમે તમને થોડાં વિશેષ મંદિરો વિશે જણાવી રહ્યા છીએ.

1. હનુમાન મંદિર, ઇલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
આ મંદિર ઇલાહાબાદ કિલ્લા પાસે આવેલું છે. અહીં ભગવાન હનુમાનજીની સૂતેલી અવસ્થામાં મૂર્તિ છે. આ મૂર્તિ 20 ફૂટ લાંબી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે મંદિર પાણીમાં ડૂબી જાય છે, આ સમયગાળામાં મૂર્તિને કોઇ અન્ય સુરક્ષિત સ્થાને રાખવામાં આવે છે.

2. હનુમાનગઢી, અયોધ્યા
અયોધ્યા ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે. હનુમાનગઢી મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિર રાજદ્વાર સામે ઊંચા પર્વત ઉપર બનેલું છે. મંદિરની ચારેય બાજુ સાધુ-સંતો રહે છે. હનુમાનગઢીની દક્ષિણ દિશામાં સુગ્રીવ ટીલા અને અંગદ ટીલા નામની જગ્યા છે. મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલાં સ્વામી અભયારામદાસજીએ કરી હતી.

3. સાલાસર હનુમાન મંદિર, સાલાસર (રાજસ્થાન)
આ મંદિર રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં છે. ગામનું નામ સાલાસર છે, માટે આ મંદિર સાલાસર બાલાજીના નામથી પ્રસિદ્ધ છે. આ પ્રતિમા દાઢી અને મૂંછવાળી છે. આ પ્રતિમા એક ખેડુતને ખેતરમાં મળી હતી, જેને સાલાસરમાં સોનાના સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી છે.

4. હનુમાન ધારા, ચિત્રકૂટ
આ હનુમાન મંદિર ઉત્તરપ્રદેશમાં સીતાપુર પાસે છે. આ મંદિર પર્વતમાલાના મધ્યમાં છે. હનુમાનજીની મૂર્તિની ઠીક ઉપર બે કુંડ છે, જે હંમેશાં ભરેલાં રહે છે. તેમાંથી પાણી વહેતું રહે છે. આ ધારાનું જળ મૂર્તિ ઉપરથી જ વહે છે. માટે તેને હનુમાન ધારા કહેવામાં આવે છે.

5. શ્રીસંકટમોચન મંદિર, વારાણસી (ઉત્તરપ્રદેશ)
આ મંદિર ઉત્તર પ્રદેશાના વારાણસી શહેરમાં છે. આ મંદિરની ચારેય બાજુ એક નાનું વન છે. મંદિરના પ્રાંગણમાં ભગવાન હનુમાનજીની દિવ્ય પ્રતિમા છે. હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ તથા પુણ્યથી પ્રકટ થયેલી સ્વયંભૂ મૂર્તિ છે.

6. બેટ-દ્વારકા, ગુજરાત
બેટ-દ્વારકાથી ચાર કિલોમીટર દૂર મકરધ્વજ સાથે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. પહેલાં મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એક સમાન થઇ ગઇ છે. મકરધ્વજને હનુમાનજીના પુત્ર ઉલ્લેખવામાં આવે છે, જેનો જન્મ હનુમાનજીના પરસેવા દ્વારા એક માછલી દ્વારા થયો હતો.

7. બાલાજી હનુમાન મંદિર, મેહંદીપુર (રાજસ્થાન)
રાજસ્થાનના દૌસા જિલ્લા પાસે બે પહાડીઓ વચ્ચે મેહંદીપુર છે. આ મંદિર જયપુર-બાંદીકુઈ-બસ માર્ગ ઉપર જયપુરથી લગભગ 65 કિલોમીટર દૂર છે. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ જૂનું છે. અહીં ચટ્ટાનમાં હનુમાનજીની આકૃતિ સ્વયં ઉભરી આવી હતી. તેને જ શ્રી હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે.

8. ડુલ્યા મારૂતિ, પૂના (મહારાષ્ટ્ર)
પૂનાના ગણેશપેઠમાં બનેલું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. શ્રીડુલ્લા મારૂતિનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. મૂળ રૂપથી ડુલ્યા મારૂતિની મૂર્તિ એક કાળા પત્થર ઉપર અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિની સ્થાપના શ્રીસમર્થ રામદાસ સ્વામીએ કરી હતી.

9. શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર, સાળંગપુર (ગુજરાત)
અમદાવાદ-ભાવનગર પાસે સ્થિત બોટાદ જંક્શનથી સાળંગપુર 12 કિલોમીટર દૂર છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. લોકમાન્યતા પ્રમાણે, પ્રતિષ્ઠા સમયે મૂર્તિમાં ભગવાન હનુમાનજીનો પ્રવેશ થયો અને તે હલવા લાગી હતી. આ મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.

10. હંપી, કર્નાટક
બેલ્લારી જિલ્લાના હંપી શહેરમાં એક હનુમાન મંદિર છે. તેને યંત્રોદ્ધારક હનુમાન કહેવામાં આવે છે. આ ક્ષેત્ર પ્રાચીન કિષ્કિંધા નગરી છે. એક સમયે આ સ્થાને વાનરોનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત હતું. આજે પણ અહીં અનેક ગુફાઓ છે.

X
Lord Hanuman10 special temples of Lord Hanuman, where devotees have the most faith

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી