ગણેશ ચોથ વિશેષ / ગણેશજીના મહોદર સ્વરૂપે મોહાસુર રાક્ષસનો અને એકદંત સ્વરૂપે મદાસુર રાક્ષસનો અંત કર્યો હતો

lord Ganesha eight Avataar mythological story

  • ચોથની તિથિએ પ્રથમ પૂજ્ય ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે

Divyabhaskar.com

Feb 12, 2020, 08:52 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આજે ગણેશ ચતુર્થી વ્રત છે. આ તિથિના સ્વામી ભગવાન શ્રીગણેશ છે. હિંદુ પંચાંગ પ્રમાણે બુધવારે સવારે 7 વાગ્યા સુધી તીજ અને ત્યાર બાદ ચોથ તિથિ રહેશે. ચોથ તિથિએ ભગવાન ગણેશનું વ્રત કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે અસુરોના સંહાર માટે ભગવાન વિષ્ણુની જેમ ગણેશજીએ પણ અવતાર લીધો છે. અહીં જાણો કયા રાક્ષસના અંત માટે ગણેશજીએ કયો અવતાર લીધો છે.

મહોદર સ્વરૂપ- આ અવતાર સાથે સંબંધિત કથા પ્રમાણે જ્યારે કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો ત્યારે દૈત્ય ગુરૂ શુક્રાચાર્યની મદદથી મોહાસુરે દેવતાઓ ઉપર આક્રમણ કરી દીધું. બધા દેવતાઓ ગણેશજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાને મહોદર એટલે મોટા પેટવાળા ગણેશજીનો અવતાર લીધો. આ સ્વરૂપ જોઇને મોહાસુરે સ્વયં જ પરાજય સ્વીકારી લીધો અને ગણેશજીનો ભક્ત બની ગયો.

વક્રતુંડ સ્વરૂપ- પ્રાચીન સમયમાં મત્સરાસુર નામનો અસુર શિવ ભક્ત હતો. તેને શિવજીએ વરદાન આપ્યું હતું. શુક્રાચાર્યના આદેશ પ્રમાણે મત્સરાસુરે તેના પુત્ર સુંદરપ્રિય અને વિષયપ્રિય સાથે દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. દેવતાઓની રક્ષા માટે ગણેશજીએ વક્રતુંડ અવતાર લીધો. વક્રતુંડે મત્સરાસુકના પુત્રનો વધ કરી દીધો અને મત્સરાસુરને પરાસ્ત કરી દીધો.

એકદંત સ્વરૂપ- મદ નામના એક રાક્ષસે દૈત્ય ગુરૂ શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. મદાસુરથી બધા જ દેવતાઓ કંટાળેલો હતો. ત્યારે ગણેશજીએ એકદંત સ્વરૂપમાં અવતાર લીધો અને મદાસુરને પરાજિત કર્યો હતો.

વિકટ સ્વરૂપ- કામાસુરે શિવજીને પ્રસન્ન કરવા ત્રિલોક વિજયનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. તેણે દેવતાઓ ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. ત્યારે ગણેશજીએ મોર ઉપર વિરાજિત થઇને વિકટ અવતાર લીધો અને કામાસુરને પરાજિત કર્યો હતો.

ગજાનન સ્વરૂપ- લોભાસુર નામના દૈત્યે શિવજીને પ્રસન્ન કર્યા અને વરદાન પ્રાપ્ત કર્યું. તેણે ત્રણેય લોક ઉપર કબ્જો કરી લીધો. ત્યારે ગણેશજીએ ગજાનન અવતાર લીધો અને લોભાસુરને પરાજિત કર્યો હતો.

લંબોદર સ્વરૂપ- ક્રોધાસુરે પણ બધા દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. ત્યારે ગણેશજીએ લંબોદર સ્વરૂપમાં અવતાર લીધો અને ક્રોધાસુરનો અંત કર્યો.

વિઘ્નરાજ સ્વરૂપ- મમાસુરે બધા દેવતાઓને બંદી બનાવી લીધા હતાં. ત્યારે દેવતાઓની પ્રાર્થના સાંભળીને ગણેશજીએ વિઘ્નરાજ અવતાર લીધો અને મમાસુરને પરાજિત કરીને બધા દેવતાઓને સ્વતંત્ર કરાવ્યાં.

ધૂમ્રવર્ણ સ્વરૂપ- અહંતાસુર નામના અસુરનો અંત કરવા માટે ગણેશજીએ ધૂમ્રવર્ણ અવતાર લીધો હતો. આ સ્વરૂપનો રંગ ધૂમાડા જેવો હતો, માટે તેને ધૂમ્રવર્ણ કહેવામાં આવ્યાં હતાં.

X
lord Ganesha eight Avataar mythological story
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી