રામાયણ / એક હદ કરતા વધુ પ્રેમ અને દુશ્મનીની સ્થિતિમાં મુશ્કેલી વધી જાય છે

Life management tips from Ramayan
X
Life management tips from Ramayan

Divyabhaskar.com

Jul 12, 2019, 12:57 PM IST

ધર્મ ડેસ્ક : વાલ્મીકી રામાયણમાં કિષ્કિંઘા કાંડ અને યુદ્ધકાંડમાં એવી વાત જણાવવામાં આવી છે જેનાથી પ્રગતિ કરવાની અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. આ વાતથી ખરાબ સમયમાં પરિસ્થિતિ સામે લડવાની તાકાત મળે છે. આ વાતો રામાયણ કાળમાં જ નહીં પણ આજે પણ મહત્વપૂર્ણ છે. રામાયણની આ વાતોમાં જણાવવામાં આવ્યું છે કે  ખરાબ સમયમાં કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. 
 

વાલ્મીકી રામાયણના શ્લોક અને તેનો અર્થ

1.  उत्साहो बलवान् आर्य नास्ति उत्साहात् परम् बलम् ।
    सः उत्साहस्य हि लोकेषु न किंचित् अपि दुर्लभम् ॥ ४-१-१२१॥ 
 

અર્થ - ઉત્સાહ સૌથી બળવાન હોય છે. ઉત્સાહથી મોટું કોઈ બળ નથી. ઉત્સાહી પુરુષ માટે સંસારમાં કોઈ બાબત દુર્લભ નથી.
 

2.  निरुत्साहस्य दीनस्य शोकपर्याकुलात्मनः ।
    सर्वार्था व्यवसीदन्ति व्यसनम् चाधिगच्छति ॥६-२-६॥
 

અર્થ- ઉત્સાહ વગરની, દુ:ખી, શોકાતૂર વ્યક્તિના બધા કામ બગડે છે. આ લોકો મોટી મુશ્કેલીમાં ફસાય જાય છે.
 

3.  गुणवान् वा परजनः स्वजनो निर्गुणो ऽपि वा ।
    निर्गुणः स्वजनः श्रेयान् यः परः पर एव सः ।। ६.८७.१५ ।। 


અર્થ- પરાઈ વ્યક્તિ ભલે ગુણવાન હોય અને સ્વજન ભલે ગુણહીન હોય, પરંતુ ગુણવાન પરાઈ વ્યક્તિથી ગુણહીન સ્વજન જ સારી વ્યક્તિ છે. કારણ કે પોતાના પોતાના જ રહે છે અને પરાયા પરાયા જ રહે છે.
 

4.  स सुहृद् यो विपन्नार्थं दीनमभ्यवपद्यते ।
    स बन्धुर्यो ऽपनीतेषु साहाय्यायोपकल्पते ।। ६.६३.२७ ।।


અર્થ- સારો મિત્ર એ જ છે જે મુશ્કેલીમાં ફસાયેલા મિત્રને સાથ આપે અને સાચો ભાઈ તે જ છે જે ખોટા માર્ગે ચાલનાર ભાઈને પણ મદદ કરે.
 

5.  आढ्यो वा अपि दरिद्रो वा दुःखितः सुखितोऽपि वा ।
    निर्दोषः च सदोषः च वयस्यः परमा गतिः ॥४-८-८॥


અર્થ- ધનવાન હોવ કે નિર્ધન, દુ:ખી હોવ કે સુખી, નિર્દોષ હોવ કે સદોષ, મિત્ર જ મનુષ્યનો સૌથી મોટો સહારો હોય છે.
 

6.  वसेत् सह सपत्नेन क्रुद्धेन आशी विषेण च ।
    न तु मित्र प्रवादेन सम्वस्च्चत्रुणा सह ॥६-१६-२॥


અર્થ-  શત્રુ અને ઝેરીલા સર્પ સાથે પણ ભલે રહો પરંતુ એવી વ્યક્તિ સાથે ક્યારય ન રહેવું, જે ઉપર ઉપરથી મિત્ર દેખાય અને અંદરથી દુશ્મનનું હિત ઈચ્છતી હોય.
 

7.  न च अतिप्रणयः कार्यः कर्तव्यो अप्रणयः च ते ।
   उभयम् हि महादोषम् तस्मात् अंतर दृक् भव ॥ ४-२२-२३॥


અર્થ- કોઈ સાતે વધારે પડતો પ્રેમ કે વધારે પડતું વેર ન કરવું. કારણ આ બન્ને સ્થિતિ જોખમી છે. તેથી હંમેશા પ્રેમ અને વેર મધ્યમ પ્રમાણમાં જ કરવા જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી