ધર્મ-કર્મ / પૂજા-પાઠ કરતી વખતે ભક્તોએ કઈ દિશામાં મુખ રાખવું જોઈએ?

tips about worship, how to pray to god, temple in home, vastu tips

  • ઘરના મંદિરમાં રોજ સવાર-સાંજ પૂજા કરતી વખતે વાતાવરણ હકારાત્મક હોય છે અને મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે

Divyabhaskar.com

Oct 31, 2019, 05:10 PM IST

ધર્મ ડેસ્ક- રોજ સવાર-સાંજ નિયમિત રીતે પૂજા-પાઠ કરવાથી ઘરમાં હકારાત્મકતા વધતી રહે છે. મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે. તેને લીધે ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રચીન સમયથી જ ચાલતી આવી રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કેટલીક એવી વાતો જે ઘરના મંદિરમાં ખાસ ધ્યાન રાખવી જોઈએ.

ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય તો ઘણું જ શુભ રહે છે. તેની માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ. આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

ઘરનું મંદિર એવી જગ્યાએ બનાવો, જ્યાં આખા દિવસમાં થોડીવાર માટે પણ સૂર્યના કિરણો જરૂર પહોંચતા હોય.

જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે છે, તે ઘરોના અનેક વાસ્તુદોષ શાંત થઈ જાય છે. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને હકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.

મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ફોટો લગાવવાથી બચવું જોઈએ. પૂર્વજોના પોટો લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ રહે છે. ઘરમાં દક્ષિણ દિશાની દીવાલ ઉપર મૃતકોના ફોટો લગાવી શકો છો, પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ.

પૂજાના રૂમમાં પૂજાને લગતી સામગ્રી જ રાખવી જોઈએ. બીજી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ.

ઘરના મંદિરની આસપાસ શૌચાલય રાખવું અશુભ ગણાય છે. આથી એવી જગ્યાએ પૂજાનો રૂમ બનાવો જ્યાં આજુબાજુ શૌચાલય(ટોયલેટ) ન હોય.


ઘરના મંદિરમાં રોજ સવારે અને સાંજે પૂજા જરૂર કરવી જોઈએ. પૂજા કર્યા પછી ઘંટડી જરૂર વગાડો, સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને પણ ઘંટડી જરૂર વગાડવી જોઈએ. એમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે અને હકારાત્મકતા વધે છે.

X
tips about worship, how to pray to god, temple in home, vastu tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી