જ્યોતિષ / મકર અને કુંભ રાશિના સ્વામી શનિ 23મીએ રાશિ બદલશે, શનિ સાથે જોડાયેલી ખાસ વાતો ધ્યાન રાખો

Know the important things about Lord Shani dev, special things related to Lord shani

  • શનિદેવ કર્મ પ્રધાન દેવતા માનવામાં આવે છે, આપણે જેવું કર્મ કરીએ છીએ, શનિ તેવું જ ફળ આપે છે. પરિશ્રમ કરતાં લોકો ઉપર શનિની અશુભ અસર થતી નથી

Divyabhaskar.com

Jan 06, 2020, 09:32 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 23 જાન્યુઆરીએ શનિ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ છે. શનિ એક રાશિમાં સૌથી વધારે લગભગ અઢી વર્ષ સુધી રહે છે. જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ એમ નવ ગ્રહો ઉલ્લેખવામાં આવ્યાં છે. આ નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિને કર્મ પ્રધાન દેવતા માનવામાં આવે છે. આપણે જેવું કામ કરીએ છીએ, શનિ આપણને તેવું જ ફળ પ્રદાન કરે છે. શનિ સૂર્યદેવના પુત્ર છે અને મકર-કુંભ રાશિના સ્વામી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિવારનો કારક ગ્રહ શનિ છે. શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જાણો શનિદેવ સાથે જોડાયેલી ખાસ વાતો...

શનિદેવ યમરાજ અને યમુનાના ભાઈ છેઃ-
શનિદેવને કર્મ પ્રધાન દેવતા માનવામાં આવે છે. તેઓ આપણને આપણાં કર્મોના ફળ પ્રદાન કરે છે. સાડાસાતી અને ઢૈય્યામાં શનિદેવ તેવા જ ફળ પ્રદાન કરે છે, જેવા આપણાં કર્મો હોય છે. 23 જાન્યુઆરી બાદ ધન, મકર અને કુંભ રાશિ ઉપર શનિની સાડાસાતી રહેશે. મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે. સૂર્યદેવના પુત્ર શનિની માતાનું નામ છાયા છે. યમરાજ તેમના ભાઈ અને યમુના તેમની બહેન છે.

શનિદેવની અશુભ અસર કેવા લોકો ઉપર થતી નથીઃ-
શનિદેવ તેવા લોકો માટે ખૂબ જ શુભ હોય છે જેઓ આકરી મહેનત કરે છે. અનુશાસનમાં રહે છે, ધર્મનું પાલન કરે છે. શનિદેવની અશુભ અસરથી બચવા માટે બધા જ લોકોનું સન્માન કરો. ક્યારેય કોઇ ગરીબ વ્યક્તિને હેરાન કરો નહીં. માતા-પિતાનો અનાદર કરવો નહીં, હંમેશાં સન્માન કરો. નહીંતર કોઇપણ પૂજા શનિના દોષ દૂર કરી શકશે નહીં.

કાળી વસ્તુઓને દાન કરવાની પરંપરાઃ-
શનિદેવ માટે દર શનિવારે સરસિયાનું તેલ દાન કરવું જોઇએ. કાળા તલ, કાળા અડદ અને કાળા વસ્ત્રોનું દાન કરવાની પણ પરંપરા છે. આ બધી વસ્તુઓ શનિદેવ સાથે સંબંધિત છે. શનિદેવનું સ્વરૂપ કાળું છે, માટે તેમને કાળી વસ્તુઓ વિશેષ પ્રિય છે. શનિવારે બૂટ-ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએઃ-
હનુમાનજીની પૂજાથી શનિદોષ દૂર થાય છે. શનિ અને હનુમાનજી સાથે જોડાયેલી એક કથા પ્રચલિત છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં શનિદેવે હનુમાનજીને યુદ્ધ માટે લલકાર્યાં હતાં. આ યુદ્ધમાં હનુમાનજીએ શનિદેવને પરાજિત કરી દીધા હતાં. યુદ્ધના કારણે શનિને ભયંકર પીડા થઇ રહી હતી. ત્યારે તેમને શરીર ઉપર લગાવવા માટે હનુમાનજીએ તેલ આપ્યું હતું. તેલ લગાવતાં જ શનિદેવને આરામ મળ્યો હતો. શનિદેવે હનુમાનજીને વરદાન આપ્યું કે હવે તમારા ભક્તો ઉપર મારી અશુભ અસર થશે નહીં. ત્યારથી જ શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા પ્રચલિત છે.

X
Know the important things about Lord Shani dev, special things related to Lord shani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી