કુંભલગઢ મહોત્સવ / 15મી સદીમાં કુંભલગઢના કિલ્લામાં રાણા કુંભાએ હિન્દુ અને જૈન મંદિરો બનાવડાવ્યાં હતાં, આજે પણ અહીં મંદિરોમાં પૂજા-પાઠ થાય છે

Kubmhalgadh Festival know all history and mysterious thing of Kubhal Gadh Fort Rajasthan

Divyabhaskar.com

Dec 03, 2019, 08:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- હાલમાં જ કુંભલગઢ મહોત્સવ ચાલી રહ્યો છે. મહારાણા કુંભાએ બનાવેલો આ કિલ્લો દુનિયાભરમાં જાણીતો છે તેની સાથે જ રાણા કુંભા અને તેની પાછળના બીજા રાજવીઓએ પણ અહીં વિવિધ સ્મારકો બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. જે અંતર્ગત આજે અમે તમને કુંભલગઢ કિલ્લાની અંદરના મહત્વપૂર્ણ મંદિરો અને સ્મારકો છે તેના વિશે જણાવીશું.

--------------------

વેદી મંદિર-

રાણા કુંભા દ્વારા નિર્મિત વેદી મંદિર હનુમાન પોલની નજીકમાં જ આવેલું છે, જે પશ્ચિમિ તરફ છે. વેદી મંદિર એક ત્રણ માળનું અષ્ટકોણીય જૈન મંદિર છે જેમાં છત્તીસ સ્તંભ છે, જે રાજસી છતનું સમર્થન કરે છે. પાછળથી આ મંદિરને મહારાણા ફતેહ સિંહ દ્વારા પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું.

--------------------

પાર્શ્વનાથ મંદિર-

પાર્શ્વનાથ મંદિર (1513 દરમિયાન નિર્મિત) પૂર્વ તરફ આવેલું જૈન મંદિર છે અને કુંભલગઢ કિલ્લામાં બાવન જૈન મંદિર અને ગોલરા જૈન મંદિર મુખ્ય જૈન મંદિર છે.

--------------------

ગણેશ મંદિર-

ગણેશ મંદિરને કિલ્લાની અંદરના બધા મંદિરોમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. જે 12 ફીટ(3.7 મીટર) ના મંચ પર બનાવવામાં આવેલું છે. કુંભલગઢ કિલ્લાના પૂર્વ કિનારે 1458 CE દરમિયાન નિર્મિત નીલકંઠ મહાદેવ મંદિર પણ આવેલું છે.

--------------------

બાવન દેવી મંદિર-


બાવન દેવી મંદિરનું નામ એક જ પરિસરમાં 52 મંદિરો હોવાથી પડ્યું છે. આ મંદિરનું માત્ર એક જ પ્રવેશ દ્વાર છે. બાવન મંદિરોમાંથી બે મોટા આકારના મંદિર છે જે કેન્દ્રમાં બનાવેલાં છે. બાકીના 50 મંદિર નાના આકારના છે.

--------------------


જગદીશ મંદિર-

કુંભલગઢની પાસે જ ઉદયપુરના સિટી પેલેસ પરિસરમાં બનેલ આકર્ષક મંદિર છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરને લક્ષ્મી નારાયણના નામે પણ એળખવામાં આવે છે. મંદિરનું નક્શીકામ અને અનેક આકર્ષક મૂર્તિઓ દર્શનાર્થીઓને આકર્ષે છે.

--------------------

કુંભલગઢ જવાનો શ્રેષ્ઠ સમય-


આમ તો આખું વર્ષ કુંભલગઢ જઈ શકાય છે. ગરમીની સિઝનમાં હવામાન સૂકું હોવાથી યાત્રાળુઓને થાક વધુ લાગતો હોય છે પરંતુ શિયાળાના ચાર મહિનાઓમાં અહીં યાત્રા કરી શકાય છે.

કુંભલગઢ પ્રવેશ શુલ્ક-

ભારતીય અને સાર્ક દેશોના નાગરિકો માટે 15 રૂપિયા અને અન્ય માટે 200 રૂપિયા શુલ્ક નક્કી કરાયેલો છે.

કુંભલગઢ કિલ્લો ખુલવાનો સમય-

સવારે 9-00 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી.

કુંભલગઢ કિલ્લો-ઉદયપુર કેવી રીતે જવું-

કુંભલગઢ કિલ્લામાં પહોંચવા માટે ઉદયપુર નજીકનું એરપોર્ટ છે. જે કુંભલગઢથી લગભગ 64 કિ.મી. દોઢ થી બે કલાકના અંતરે છે. જ્યાંથી બસ, ટેક્સી કે કારથી જઈ શકાય છે. કુંભલગઢ જવા નજીકનું રેલવે સ્ટેશન છે ફાલના, પરંતુ ઉદયપુર જયપુર, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ઈન્દોર, કોટા એમ બધી રીતે રેલ નેટવર્કથી જોડાયેલું શહેર છે. કુંભલગઢ અને ઉદયપુર જવા માટે મુંબઈ, દિલ્હી, ઈન્દોર, કોટા અને અમદાવાદ જેવા મુખ્ય શહેરો રોડથી સારી રીતે કનેક્ટેડ છે.

X
Kubmhalgadh Festival know all history and mysterious thing of Kubhal Gadh Fort Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી