માગશર મહિનો / સૂર્યોદય પહેલાં સ્નાન અને બીજી પરંપરાઓનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે?

Agahan Maas 2019: Religious and Scientific Significance of Traditions

  • માગશર મહિનાની હેમંત ઋતુને પિતૃઓની ઋતુ માનવામાં આવે છે
  • આ સમયે ગ્રહ-નક્ષત્ર વિશેષ સ્થિતિઓમાં રહે છે

Divyabhaskar.com

Nov 27, 2019, 03:52 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- આજથી માગશર મહિનો શરૂ થઈ રહ્યો છે જે 26 ડિસેમ્બર સુધી ચાલશે. આ હિનામાં ઋતુ, ગ્રહ-નક્ષત્ર અને મોસમને જોઈને સ્નાન, દાન અને પૂજા-પાઠને લઈને અનેક પરંપરાઓ બનાવવામાં આવી છે. જેમાં સૂર્યોદય પહેલાં ઊઠવું, નદી સ્નાન કરવું, શંખ અને શ્રીકૃષ્ણની પૂજા કરવાનું કહ્યું છે. બધી પરંપરા ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


માગશર મહિનાની પરંપરાઓનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ-


માગશર મહિનામાં કરવામાં આવતા કર્મ-


આ મહિનામાં સવારે વહેલાં ઊઠીને ભજન-કિર્તન કરવામાં આવે છે. સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન અને સૂર્યની સાથે પિતૃઓને જળ આપવામાં આવે છે. માગશર મહિનામાં શંખ પૂજા અને શ્રીકૃષ્ણ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં વ્રત-ઉપવાસની સાથે જ દાન અને અન્ય ધાર્મિક કામ કરવામાં આવે છે. આ મહિનામાં ધાર્મિક અને શારીરિક નિયમોનું પાલન કરીને સંયમની સાથે રહેવાનું હોય છે.


ધાર્મિક મહત્વ-


માગશર મહિનામાં હેમંતઋતુ રહેતી હોય છે. તેને પિતૃઓની ઋતુ પણ કહેવામાં આવે છે. અર્થાત્ માગશર મહિનામાં સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન અને પૂજા-પાઠ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ મહિનામાં સૂર્ય વૃશ્ચિક અને ધન રાશિમાં રહે છે. સૂર્યની આ સ્થિતિના પ્રભાવથી ધર્મ અને પરોપકારના વિચાર આવે છે. તો હેમંત ઋતુ દરમિયાન મન પણ શાંત રહે છે. શીતળ વાતાવરણમાં મન પ્રસન્ન પણ રહે છે અને મનની સ્થિતિ પૂજા-પાઠ અને ભગવત ભજન માટે અનુકૂળ માનવામાં આવી છે. એટલા માટે માગશર મહિનામાં નદી સ્નાન અને શ્રીકૃષ્ણ પૂજાની સાથે જ અન્ય પૂજા-પાઠ તથા સ્નાન દાનની પરંપરા બનાવવામાં આવી છે.


વૈજ્ઞાનિક મહત્વ-


માગશર મહિનાને રોગ દૂર કરનાર માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ આ માસનું અનુકૂળ વાતાવરણ છે. વર્ષાઋતુમાં આકાશમાં વાદળો ઢંકાયેલાં રહે છે. એવી વખતે સૂક્ષ્મજીવ ઉત્પન્ન થતાં રહે છે અને રોગો ફેલાય છે. જ્યારે શરદઋતુ આવે છે ત્યારે આકાશ સ્વચ્છ થઈ જાય છે અને સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર આલે છે, જેનાથી રોગાણુ સમાપ્ત થઈ જાય છે અને મોસમ સ્વાસ્થ્ય માટે અનુકૂળ બની જાય છે. તાજી હવા, સૂર્યની પર્યાપ્ત રોશની વગેરે શરીરને સ્વાસ્થ્યલાભ પહોંચાડે છે. આ કારણે જ માગશર મહિનામાં સવારે નદી સ્નાનનું વિશેષ મહત્વ ધર્મ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સવારે વહેલાં ઊઠીને નદીમાં સ્નાન કરવાથી તાજી હવા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. આ પ્રકારે વાતાવરણથી અનેક શારીરિક બીમારીઓ સમાપ્ત થઈ જાય છે.

X
Agahan Maas 2019: Religious and Scientific Significance of Traditions

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી