શિવપુરાણ / પારાથી બનેલ શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે, તેના સ્પર્શમાત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે

shiv puja vidhi, benefits of parad shivling, importance of parad shivling, worship method

  • અનેક ઔષધિઓ મળીને તરળ પારાનું બંધન કર્યા પછી પારદ શિવલિંગ બને છે

Divyabhaskar.com

Nov 29, 2019, 06:35 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- પૂજા-પાઠમાં પત્થર સિવાય અલગ-અલગ ધાતુઓના શિવલિંગ પણ રાખવામાં આવે છે. બધી ધાતુઓના શિવલિંગની પૂજાનું મહત્વ અલગ-અલગ હોય છે. ઘરમાં રાખવા માટે અનેક ધાતુઓના શિવલિંગ બજારમાં આસાનીથી મળી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં, મનીષ શ્માના જણાવ્યા પ્રમાણે કોઈપણ ધાતુનું નાનું શિવલિંગ જ ઘરમાં રાખવું જોઈએ. ધાતુઓમાં પારદ અર્થાત્ પારો તરળ અવસ્થામાં રહે છે, તેનું પણ શિવલિંગ બને છે. આ શિવલિંગની પૂજાથી ભક્તની મનોકામનાઓ ઝડપથી પૂરી થઈ શકે છે. પારદ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. જાણો પારાથી બનેલ શિવલિંગની કેટલીક ખાસ વાતો-


પારદ શિવલિંગ કેવી રીતે બને છે-


પારદ શિવલિંગ બનાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. સૌથી પહેલાં પારાને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ અનેક ઔષધિઓ મેળવીને તરળ પારાનું બંધન કરવામાં આવે છે અર્થાત્ ઠોસ બનાવવામાં આવે છે. આ પૂરી પ્રક્રિયામાં લગભગ 6 મહિના લાગે છે, ત્યારબાદ પારદ શિવલિંગ તેયાર થઈ જાય છે.

શિવપુરાણમાં લખ્યું છે કે-


लिंगकोटिसहस्त्रस्य यत्फलं सम्यगर्चनात्।
तत्फलं कोटिगुणितं रसलिंगार्चनाद् भवेत्।।
ब्रह्महत्या सहस्त्राणि गौहत्याया: शतानि च।
तत्क्षणद्विलयं यान्ति रसलिंगस्य दर्शनात्।।
स्पर्शनात्प्राप्यत मुक्तिरिति सत्यं शिवोदितम्।।


શિવપુરાણના આ શ્લોક પ્રમાણે કરોડો શિવલિંગોના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેમાં પણકરોડો ગણુ વધુ ફળ પારદ શિવલિંગની પૂજા અને દર્શનથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગના સ્પર્શ માત્રથી બધા પાપોથી મુક્તિ મળી શકે છે.

ઘરમાં કેટલું મોટું શિવલિંગ રાખવું જોઈએ-

પં. શર્માના જણાવ્યા પ્રમાણે ઘરમાં હાથના અંગુઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ ન રાખવું જોઈએ. જ્યાં શિવલિંગ રાખ્યું હોય, ત્યાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. રોજ સવાર-સાંજ શિવલિંગની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. ભોગ લગાવવો જોઈએ. ઘરમાં કલેશ ન કરવો અને શિવજીના મંત્રોનો જાપ કરવો.

X
shiv puja vidhi, benefits of parad shivling, importance of parad shivling, worship method

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી