રામચરિતમાનસ / સુંદરકાંડનો પાઠ કરવાથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે

benefits of sunderkand path, sudnderkand path, ramcharit manas, lord hanuman, worship tips

Divyabhaskar.com

Dec 03, 2019, 03:05 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- હનુમાનજી સૌથી ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં મંગળવારે જ થયો હતો. તેને લીધે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ઘણા લોકો મંગળવારે સુંદરકાંડનો પાઠ કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યા પ્રમાણે સુંદરકાંડનો પાઠ કરવાથી ધર્મલાભની સાથે મનોવૈજ્ઞાનિક લાભ પણ મળે છે.


સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે-


શ્રીરામચરિત માનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે. આ શ્રીરામના પરમભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ વધે છે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.


હનુમાનજી એક વાનર હતા, તેઓ સમુદ્રને ઓળંગીને લંકા પહોંચી ગયા અને જ્યાં માતા સીતાની શોધ કરી, લંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને શ્રીરામની પાસે પાછા આવ્યા. એક ભક્તની જીતનો અધ્યાય છે સુંદરકાંડ. જે પોતાની ઈચ્છાશક્તિના બળે જ આટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવેલા છે. એટલા માટે આખા રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે. તેના પાઠથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને હકારાત્મકતા વધે છે. તેને લીધે સુંદરકાંડનું વિશેષ પઠન કરવામાં આવે છે.


સુંદરકાંડના પાઠથી ધાર્મિક લાભ મળે છે-


હનુમાનજીની પૂજા બધી મનોકામનાને પૂર્ણ કરનારી માનવામાં આવે છે. બજરંગ બલી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે. શાસ્ત્રોમાં તેમની કૃપા પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો બતાવ્યા છે, આ ઉપાયોમાંથી એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનું છે. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઈપણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડના પાઠથી દૂર થઈ શકે છે. આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે. તેને લીધે જ ઘણા લોકો સુંદરકાંડનો પાઠ નિયમિત રીતે કરે છે અને ઘણા લોકો જાહેરમાં અનેક લોકો ભાગ લઈ શકે એ રીતે જાહેર સુંદરકાંડના પાઠનું આયોજન કરે છે.

X
benefits of sunderkand path, sudnderkand path, ramcharit manas, lord hanuman, worship tips

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી