પૂજા-પાઠ / માત્ર એક મંત્રનો જાપ કરવાથી આખી રામાયણ વાંચ્યાનું પુણ્યફળ મળી શકે છે

mantra jaap, ramayana, benefits of mantra jaap, lord shri ram, how to chant mantra jaap

  • એક શ્લોકી રામાયણનો જાપ સવારે ભગવાન શ્રીરામની સામે બેસીને કરવો જોઈએ, મંત્રજાપ ઓછામાં ઓછા 11 વાર કરો

Divyabhaskar.com

Nov 28, 2019, 01:21 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં સીતા, શ્રીરામ અને રાવણની કથા જણાવી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. રામાયણ ગ્રંથ ઘણો મોટો છે, તેનો રોજ પાઠ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ઘણા લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે રામાયણનો થોડો-થોડો પાઠ રોજ કરે છે.


રામાયણ સાથે જોડાયેલો એક મંત્ર પણ ઘણો પ્રસિદ્ધ છે. આ મંત્રમાં આખા રામાયણ ગ્રંથનો સાર છે અને જે લોકો તેનો પાઠ રોજ કરે છે, તેમને રામાયણ વાંચવાની સમાન પુણ્યફળ મળે છે. તેને એક શ્લોકી રામાયણ કહેવામાં આવે છે. આ મંત્ર સવારે ન્હાયા પછી ભગવાનની સામે આસન પર બેસીને બોલવો જોઈએ. મંત્ર આ પ્રકારે છે-


મંત્ર-


आदि राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।
वैदीहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।।
बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।
पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्।।


મંત્રનો અર્થ-


શ્રીરામ વનવાસ ગયા, ત્યાં સ્વર્ણ મૃગનો વધ કર્યો. વૈદેહી અર્થાત્ સીતાજીનું રાવણને હરણ કરી લીધું, રાવણના હાથે જટાયુએ પોતાના પ્રાણ ખોયા. શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા થઈ. વાલિનો વધ કર્યો. સમુદ્ર પાર કર્યો. લંકાપુરીનું દહન કર્યું. ત્યારબાદ રાવણ અને કુંભક્રણનો વધ કર્યો. આ રામાયણની સંક્ષિપ્ત કહાની છે.

મંત્રજાપના ફાયદા-

આ મંત્રના જાપથી જીવનમાં શાંતિ થવા લાગે છે. તેનાથી ખરાબ વિચારોથી છુટકારો મળી જાય છે. નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે. પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી ભગવાનની કૃપા ઝડપથી મળી શકે છે.

કેવી રીતે કરવો મંત્રનો જાપ-

આ મંત્રનો જાપ ઘરના મંદિરમાં બેસીને કરવો જોઈએ. રોજ સવારે સ્નાન કર્યા પછી મંદિરમાં પૂજા કરો. સ્વચ્છ આસન પર બેસીને ભગવાન શ્રીરામનું ધ્યાન કરીને મંત્રનો જાપ કરો. મંત્રજાપ ઓછામાં ઓછા 108 વાર કરો. વધુ સમય ન હોય તો 11 કે 21 વાર પણ મંત્રનો જાપ કરી શકો છો.

X
mantra jaap, ramayana, benefits of mantra jaap, lord shri ram, how to chant mantra jaap

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી