શુભ લગ્ન મુહૂર્ત / આ વખતે કમુરતાં વહેલા બેસવાથી ડિસેમ્બર મહિનામાં લગ્નના માત્ર આઠ જ શુભ મુહૂર્ત રહેશે

December Shubh Muhurat, Auspicious Wedding Dates in December, Auspicious Marriage Muhurat

  • 16 ડિસેમ્બરથી કમુરતાં શરૂ થશે, ગત વર્ષ કરતાં આ વર્ષે ડિસેમ્બરમાં મુહૂર્ત ઓછાં
  • બુધ ગ્રહ તુલા રાશિમાં ડિસેમ્બર સુધી વક્રિભ્રમણ કરશે, વેપાર-વ્યવસાયમાં મંદી રહે

Divyabhaskar.com

Nov 27, 2019, 06:33 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- 25 મીથી શરૂ થયેલ ગુજરાતી માગશર માસ, જેમાં 5 રવિવાર, સોમવાર, મંગળવાર, આવે છે. આ માસમાં સૂર્ય,ચંદ્ર અને મંગળ ગ્રહનું વિશિષ્ટ પ્રભુત્વ જોવા મળશે. સાથે આ માસમાં ફક્ત 8 લગ્નના શુભ મુહૂર્તો છે. તા.16 ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થવાથી શુભ કાર્યો થશે નહીં. માસની ઉદિત સમયની મિથુન જન્મલગ્ન કુંડળીમાં લગ્ન સ્થાનમાં રાહુ બિરાજમાન હોય સાતમે સ્થાને ગુરુ, શુક્ર, શનિ કેતુના ચતુરસ્થ ગ્રહોની યુતિ પૂર્ણદૃષ્ટિ પ્રથમ ભાવ ઉપર કરશે. બુધ ગ્રહ તુલા રાશિમાં 5મી સુધી વક્રિભ્રમણ કરશે. આથી વેપાર-વ્યવસાયમાં અપેક્ષિત ધંધો ઉઘરાણી ન રહે. અનાજ, ઘી, તેલ બજારમાં નરમાઇના આંચકા જોવા મળે. કપડાં બજારમાં પણ વધુ મંદી જોવા મળે. 26મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ અમાવાસ્યાએ ભારતમાં દેખાશે.


મેષ, વૃષભ, કર્ક સહિતની રાશિવાળાએ સાચવવું, છેલ્લું શુભ મુહૂર્ત 30 ડિસેમ્બરે

મેષ : નાની-મોટી યાત્રાઓ કરવામાં સાવધાની રાખજો.

વૃષભ : તબિયતની ખાસ કાળજી રાખજો નહિતર આકસ્મિક વધુ તબિયત બગડી શકે.

મિથુન : કોઈપણ જગ્યા ઉપર વાદ-વિવાદથી બચજો નહિતર ઝઘડા થઈ શકે.

કર્ક: નોકરી ક્ષેત્રે સમસ્યા થશે માટે વધુ સાવધાની રાખશો.

સિંહ : આકસ્મિક ધનલાભ થશે માટે મળેલી મહત્વ તક શીધ્ર ઝડપી લેવી.

કન્યા : પરિવારની સંપત્તિઓના મામલે કોર્ટ-કચેરીના અશુભ યોગ બને માટે માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.

તુલા : કોઈ પણ મહત્વનો નિર્ણય ઉતાવળિયો લેવો નહીં.

વૃશ્ચિક : કાર્યમાં આવશે વિઘ્ન સાથે સફળતા મળશે માટે થોડી ધીરજ વધારે રાખવી.

ધનુ : વાહનને સાવધાનીથી ચલાવજો.અકસ્માતના યોગ બની શકે છે.

મકર : હાડકાં અને આંખોની સમસ્યા આવશે માટે સારો ડો.ને કન્સલ્ટિંગ કરાવજો.

કુંભ : ધન સંબંધી ખરચાઓ વધશે માટે યોગ્ય પ્લાનિંગ કરજો.

મીન: વેપાર ક્ષેત્રે પ્રગતિ થાય જૂની ઉઘરાણી આવે તેમજ આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે માટે વધુ બચતો કરજો.


શુભ મુહૂર્ત-તિથિ-

28, 30 નવેમ્બર 1,2,3,5,6 અને 8 ડિસેમ્બર

8મીએ મોક્ષદા એકાદશી

12મીએ માગશર સુદ પૂર્ણિમા

15મીએ સંકટ ચતુર્થી ચંદ્ર સમય રાત્રે 9.17

22મીએ સફલા એકાદશી

30મીએ વિનાયક ચતુર્થી ચંદ્રોદય સમય રાત્રે 10.22 મિનિટ

X
December Shubh Muhurat, Auspicious Wedding Dates in December, Auspicious Marriage Muhurat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી