• Home
  • Dharm Darshan
  • Sanskar Sanskriti
  • Padmanabha Swami Temple of Thiruvananthapuram, the statue of Lord Vishnu is installed in three postures here. Sree Padmanabhaswamy Temple Thiruvananthapuram Kerala on Dev Uthani Ekadashi 2019

દર્શન / તિરુવનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર, અહીં ત્રણ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત છે

Padmanabha Swami Temple of Thiruvananthapuram, the statue of Lord Vishnu is installed in three postures here. Sree Padmanabhaswamy Temple Thiruvananthapuram Kerala on Dev Uthani Ekadashi 2019

  • અહીં 7 માળનું સોના જડિત ગોપુરમ છે, 285 વર્ષ પહેલાં આ મંદિરનું પુનઃનિર્માણ થયું હતું

Divyabhaskar.com

Nov 07, 2019, 12:31 PM IST

ધર્મ ડેસ્ક- કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ દેવઊઠી એકાદશીનું પર્વ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી નિવૃત થઈ જાય છે અને પોતાની જાતને ફરીથી લોકકલ્યાણ માટે સમર્પિત કરે છે. કેરળના તિરુવનંતપુરમમાં ભગવાન વિષ્ણુને સમર્પિત પદ્મનાભ સ્વામી મંદિર છે, જે આખી દુનિયામાં જાણીતું છે. અહીં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન મુદ્રામાં વિરાજીત છે.


શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ અહીં પૂજા કરી હતી-


તિરુવનંતપુરમમાં બનેલું આ વિશાળ કિલ્લા જેવું દેખાતું આ પદ્મનાભ સ્વામી મંદિર ભક્તો માટે મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ આ મંદિરમાં આવ્યાં હતાં અને અહીં પૂજા-અર્ચના કરી હતી. એવી માન્યતા છે કે આ મંદિરની સ્થાપના 5000 વર્ષ પહેલાં કળયુગના પ્રથમ દિવસે થઈ હતી, પરંતુ 1753માં ત્રાવનકોરના રાજા માર્તંડ વર્માએ તેનું નવનિર્માણ કરાવ્યું હતું. અહીં ભગવાન વિષ્ણુનો શ્રૃંગાર શુદ્ધ સોનાના આભૂષણોથી કરવામાં આવે છે.


સૂતેલી મુદ્રામાં મૂર્તિ છે-


અહીં ભક્તો અલગ-અલગ દરવાજાઓમાંથી ભગવાન વિષ્ણુની સૂતેલી અવસ્થામાં બનાવેલી મૂર્તિના દિવ્ય દર્શન કરી શકે છે. આ મૂર્તિ શેષનાગનું મુખ એ પ્રકારે ખુલ્લું છે, જાણે શેષનાગ ભગવાન વિષ્ણુના હાથમાં લાગેલા કમળના ફૂલને સૂંઘી રહ્યાં હોય. મૂર્તિની આસપાસ ભગવાન વિષ્ણુની બંને રાણીઓ શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુની નાભિથી નિકળતા કમળ ઉપર જગત પિતા બ્રહ્માની મૂર્તિ સ્થાપિત છે. મુખ્ય કક્ષ જ્યાં વિષ્ણુ ભગવાનની સૂતેલી મુદ્રામાં મૂર્તિ છે, ત્યાં અનેક દીવાઓ પ્રગટેલાં રહે છે, આ દીવાઓના અજવાળામાં જ ભગવાનના દર્શન થાય છે.


સુવર્ણ જડિત ગોપુરમ-


મંદિરમાં અત્યંત કડક સુરક્ષાની વ્યવસ્થાની સાથે-સાથે અહીં શ્રદ્ધાળુઓના પ્રવેશ માટેના નિયમ પણ છે. પુરુષ માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે અને મહિલાઓને સાડી પહેરવી અનિવાર્ય છે. અન્ય કોઈપણ જાતના પહેરવેશમાં અહીં પ્રવેશવું નિષેધ છે. મંદિરમાં એક સોનાનો સ્તંભ બનેલો છે, જેની સુંદરતાને શ્રદ્ધાળુઓ એકીટશે જોઈ રહે છે. મંદિરનું સુવર્ણ જડિત ગોપુરમ સાત માળનું, 35 મીટર ઊંચું છે. અનેક એકરમાં ફેલાયેલા આ મંદિરમાં સૂક્ષ્મ કારીગરી જોવા મળે છે.


સમુદ્ર કિનારે સ્નાન-


શ્રી પદ્મનાભની એક વિશેષતા એ છે કે આ મંદિરમાં ભગવાન વિષ્ણુની શયનમુદ્રા, બેઠેલી અને ઊભી મૂ્ર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની શયનમુદ્રામાં મૂર્તિનો શ્રૃંગાર ફૂલોથી કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની ઊભી મૂર્તિને ઉત્સવોના અવસરે મંદિરમાં બહાર લઈ આવવામાં આવે છે. વર્ષમાં બે વાર ધાર્મિક સમારોહ થાય છે. આ સમારોહમાં આઉત(પવિત્ર સ્નાન) કરાવવામાં આવે છે. આ સમારોહમાં ભગવાન વિષ્ણુ, નરસિંહ અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને નગરની બહાર સમુદ્ર કિનારે લઈ જઈને સ્નાન કરાવવામાં આવે છે.

X
Padmanabha Swami Temple of Thiruvananthapuram, the statue of Lord Vishnu is installed in three postures here. Sree Padmanabhaswamy Temple Thiruvananthapuram Kerala on Dev Uthani Ekadashi 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી