પુરાણોની શીખ / ભક્તિનો અર્થ માત્ર મંત્ર જાપ કે પૂજા નહીં, મનથી આસ્થા અને વિ્શ્વાસ રાખવાનો છે

Devotion does not mean just chanting or worshiping, keeping faith and faith from the mind

ભગવાન શિવે નાના બાળકની પરીક્ષા લીધી, ઈન્દ્ર બનીને દર્શન આપ્યા અને ક્ષીરસાગર જેવા અવિનાશી સાગર પણ વરદાનમાં આપ્યું

Divyabhaskar.com

Nov 30, 2019, 06:07 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- શિવ મહાપુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોની કથાઓ બતાવી છે. ભગવાન શિવે કુલ 19 અવતાર લીધા, તેમાંથી કેટલાક તો ખૂબ જ ઓછા સમય માટે છે. એવો જ એક અવતાર છે સુરેશ્વર અવતાર. આ અવતાર ભક્તિ અને આસ્થાની સાચી અવસ્થા વિશે જણાવે છે. વાસ્તવમાં ભક્તિ કરવાનો અર્થ માત્ર પૂજા કે મંત્ર જાપ કરવા સાથે નથી. યોગ્ય ભક્તિ મનની અંદરના ભાવોથી થાય છે. તમે જેની પણ ભક્તિ કરતાં હોવ, તેની માટે તમારા મનમાં કેવો ભાવ છે, આ વાત જ તમારી ભક્તિની સચ્ચાઈ અને ઊંડાણને દર્શાવે છે.


શિવપુરાણ પ્રમાણે ભગવાન શિવે એકવાર દેવરાજ ઈન્દ્રનું રૂપ ધારણ કર્યું હતું. તેને ભગવાન શિવનો સુરેશ્વર અવતાર કહેવામાં આવ્યો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક નાનકડા બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને તેને પરમ ભક્તિ અને અમર પદનું વરદાન આપ્યું.


કથા પ્રમાણે વ્યાઘ્રપાદનો પુત્ર ઉપમન્યુ પોતાના મામાના ઘરે મોટો થયો હતો. તે હંમેશાં દૂધની ઈચ્છાથી વ્યાકૂળ રહેતો હતો, ગરીબ હોવાને લીધે તેના મામા કે માતા તેને રોજ દૂધ આપવામાં અસમર્થ હતાં. એકવાર દૂધ માંગ્યું ત્યારે તેની માતાએ તેને તેની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શિવની શરણમાં જવાનું કહ્યું.


ત્યારે ઉપમન્યુ નજીકના જ વનમાં જઈને ऊं नम: शिवाय નો જાપ કરવા લાગ્યો. નાના બાળકની તપસ્યા જોઈને શિવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. શિવજીએ સુરેશ્વર(ઈન્દ્ર)નું રૂપ ધારણ કરી તેને દર્શન આપ્યાં અને પોતે ઈન્દ્રરૂપમાં શિવજીની અનેક પ્રકારે નિંદા કરવા લાગ્યાં. તેને શિવજીની ભક્તિ છોડી ઈન્દ્રની ભક્તિ કરવાનો ઉપદેશ આપવા લાગ્યાં. આ સાંભળી ઉપમન્યુ ક્રોધિત થઈને ઈન્દ્ર બનેલાં ભગવાન શિવને મારવા માટે ઊભો થયો. ઉપમન્યુની ભક્તિ અને અટલ વિશ્વાસ જોઈને શિવજીએ તેને પોતાના વાસ્તવિક રૂપના દર્શન આપ્યા અને ક્ષીરસાગરની સમાન એક અનશ્વર સાગર તેને પ્રદાન કર્યો. તેની પ્રાર્થનાથી કૃપાળુ શિવજીએ તેને પરમ ભક્તિનું પદ પણ આપ્યું.

X
Devotion does not mean just chanting or worshiping, keeping faith and faith from the mind

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી