વિવેકાનંદ જયંતી / કન્યાકુમારીનું રોક મેમોરિયલઃ અહીં સ્વામી વિવેકાનંદે સાધના કરી, લક્ષ્ય પ્રાપ્તિનું માર્ગદર્શન મેળવ્યું હતું

Kanyakumaris Rock Memorial Here Meditation was done by Swami Vivekananda

  • 1970માં રોક મેમોરિયલ બન્યું હતું, અહીં સ્વામી વિવેકાનંદજીની સાડા 8 ઊંચી કાંસાન મૂર્તિ છે

Divyabhaskar.com

Jan 12, 2020, 11:31 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ વિવેકાનંદ રોક મેમોરિયલ તમિલનાડુના કન્યાકુમારી શહેરમાં સ્થિત પ્રસિદ્ધ સ્થળ છે. વર્ષ 1892માં સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી આવ્યાં હતાં. એક દિવસ તેઓ તરીને આ વિશાળ શિલા સુધી પહોંચી ગયાં. આ સૂમસામ સ્થાને સાધના બાદ તેમને જીવનનું લક્ષ્ય તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે માર્ગદર્શન મળ્યું હતું. અહીં ખૂબ જ સુંદર મંદિર સ્વરૂપે વિવેકાનંદ સ્મારક ભવન બનાવવામાં આવ્યું છે. વિવેકાનંદ જયંતીએ અનેક લોકો અહીં આવે છે. આ વખતે સ્વામી વિવેકાનંદ જયંતી રવિવાર 12 જાન્યુઆરીએ છે. આ લેખમાં જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલાં આ સ્થાનની ખાસ વાતો.

આ શિલા ઉપર જીવનનું લક્ષ્ય અને માર્ગદર્શન મળ્યું હતુંઃ-
વેદાંતના વિખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. એવું કહેવાય છે કે, 1893માં વિશ્વ ધર્મસભામાં સામેલ થતાં પહેલાં વિવેકાનંદ કન્યાકુમારી આવ્યાં હતાં. એક દિવસ તેઓ તરીને આ વિશાળ શિલા પર પહોંચી ગયાં. આ નિર્જન સ્થાને સાધના કર્યા બાદ તેમને જીવનનું લક્ષ્ય તથા લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

સૂર્ય અને ચંદ્ર એકબીજા સામે જોવા મળે છેઃ-
સ્વામી વિવેકાનંદના સંદેશાને સાકાર રૂપ આપવા માટે જ 1970માં તે વિશાળ શિલા ઉપર એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારત જ નહીં, દુનિયાભરમાંથી લોકો દરિયા વચ્ચે સ્થિત આ વિરાસતને જોવા માટે આવે છે. એપ્રિલમાં આવતી ચૈત્ર પૂનમે અહીં ચંદ્ર અને સૂર્ય બંને એકસાથે એક જ ક્ષિતિજ પર સામસામે જોવા મળે છે. આ સ્મારકનો પ્રવેશદ્વાર અજંતા તથા ઈલોરા ગુફા મંદિરો જેવો છે.

70 ફૂટ ઊંચો ગુંબજઃ-
આ વિવેકાનંદ સ્મારક ભવન ખૂબ જ સુંદર મંદિર સ્વરૂપે બનાવવામાં આવ્યો છે. તેનો મુખ્ય દ્વાર ખૂબ જ સુંદર છે. તેની વાસ્તુકળા અજંતા-ઈલોરા ગુફા સમાન છે. આસમાની તથા લાલ ગ્રેનાઇટના પત્થરોથી નિર્મિત સ્મારક પર 70 ફૂટ ઊંચો ગુંબજ છે. તે દરિયાની સપાટીથી લગભગ 17 મીટર ઊંચાઈએ એક પત્થરના ટાપૂની ચોટી ઉપ સ્થિત છે. આ સ્થાન 6 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ સ્મારક 2 પત્થરોના સપોર્ટ દ્વારા સ્થિત છે અને મુખ્ય દ્વીપથી લગભગ 500 મીટર દૂર છે.

સાડા 8 ફૂટ ઊંચી કાંસાની મૂર્તિઃ-
ભવનની અંદર ચાર ફૂટથી વધારે ઊંચાં પ્લેટ ફોર્મ ઉપર પરિવ્રાજક સંત સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે. આ મૂર્તિ કાંસાની બનેલી છે, જેની ઊંચાઈ સાડા આઠ ફૂટ છે. આ મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે, તેમાં સ્વામીજીનું વ્યક્તિત્વ એકદમ સજીવ પ્રતીત થાય છે.

શ્રીપદ અને વિવેકાનંદ મંડપઃ-
મેમોરિયલમાં શ્રીપદ મંડપ અને વિવેકાનંદ મંડપ નામના બે મંડપ છે. શ્રીપદ મંડપ એક પવિત્ર સ્થળ છે જેને દેવી કન્યાકુમારીનો આશીર્વાદ પ્રાપ્ત છે. વિવેકાનંદ મંડપ ચાર ભાગમાં છે- સભા મંડપ, ધ્યાન મંડપ, સામેનો પ્રવેશદ્વાર અને મુખ્ય મંડપ. ધ્યાન મંડપ ધ્યાન કરવા માટેનો હોલ છે, જ્યાં મુસાફરો ધ્યા કરી શકે છે.

X
Kanyakumaris Rock Memorial Here Meditation was done by Swami Vivekananda

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી