જન્માષ્ટમી પૂજા / શુભ ફળ મેળવવા અને મનોકામના પૂર્ણ કરવા માટે 12 રાશિ મુજબ શું ધ્યાનમાં રાખશો

Janmashtami Puja: what to keep in mind 12 Zodiac wise, Janmashtami Puja Vidhi

  • કોઈ પણ તહેવાર કે પર્વ ત્યારે જ શુભ ફળ આપે જયારે વ્યક્તિ તેની રાશિ મુજબ ભગવાનને ભોગ સમર્પિત કરે
  • તહેવારો અને પર્વને ક્યાંયક ને ક્યાંક રાશિ, ગ્રહ સાથે નક્ષત્રનો સીધો સંબંધ હોય છે
     

Divyabhaskar.com

Aug 23, 2019, 11:33 AM IST

ધર્મ ડેસ્ક. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે "કૃષ્ણમ્ વંદે જગતગુરુ" ભગવાન કૃષ્ણને સમસ્ત જગત વંદન કરે છે. આવતીકાલની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવા માટે ઠેર-ઠેર તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. આ દિવસે લોકો વ્રત રાખે છે. બાળ ગોપાલની પૂજા કરે છે. જો તમે પણ બાળગોપાલને પ્રસન્ન કરવા માંગતા હો તો તમારી રાશિ મુજબ, શ્રી કૃષ્ણને ફળ, મીઠાઈ જેવા ભોગ ધરાવો. તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે.

આ અંગે જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર બધા જ તહેવારો અને પર્વને ક્યાંયક ને ક્યાંક રાશિ, ગ્રહ સાથે નક્ષત્રનો સીધો સંબંધ હોય છે. કોઈ પણ તહેવાર કે પર્વ ત્યારે જ શુભ ફળ આપે છે જયારે વ્યક્તિ તેની રાશિ અનુસાર ભગવાનને ભોગ સમર્પિત કરે છે.

મેષ અને વૃશ્ચિક : આ રાશિના લોકોએ સફરજન, સંતરા અને દાડમની સાથે મિક્સ પક્વાનનો ભોગ લગાવવાથી શુભ સમાચાર ભળશે.

-------------

વૃષભ અને તુલા : આ રાશિના લોકો જન્માષ્ટીના દિને બાળ ગોપાલની વિશિષ્ટ કૃપા મેળવવા કેળા,સાકર,માખણનો ભોગ લગાવવો. તેનાથી આર્થિક ધનલાભ થશે.

--------------

મિથુન અને કન્યા : આ રાશિના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમીના દિવસે અએલચી,ઋતુફળ અને પ્રસાદીયા પેંડાનો ભોગ લગાવવો જોઈએ.આમ કરવાથી માનસિક તાણ ધટશે અને આકસ્મિક ધનપ્રાપ્તિ થશે.

--------------

કર્ક રાશિ : આ રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મિસરી અને સુકો મેવો નો ભોગ લગાવવો જોઈએ.આ પ્રયોગ કરવાથી આ રાશિના લોકો માટે શુભ સમય આવી રહેશે.

---------------

સિંહ રાશિ : આ રાશિ ના જાતકોએ જન્માષ્ટમીના પાવન દિવસે શ્રીકૃષ્ણને શુદ્ધ ઘીથી તૈયારી કરેલી મીઠાઈ ધર ની બનાવેલી નો ભોગ લગાવવો જોઈએ. આ કરવાથી મહત્ત્વની તક મળશે.

---------------

મકર અને કુંભ : આ બન્ને રાશિના લોકોએ શ્રી કૃષ્ણને અડદની દાળથી બનેલા પક્વાનનો ભોગ સાથે મલાઈવાળું દૂધ કેસર નાખેલું અર્પણ કરવું જોઇએ. નોકરી-ધંધામાં શુભ પરિવર્તન આવશે.

----------------

ધન અને મીન: આ રાશિના જાતકોએ ભગવાન શ્રી કૃષ્ણને ખડી સાકર નાખેલું દૂધ અને કેસર પિસ્તા સાથે જ પીળા પકવાનનો પણ ભોગ ધરાવવો જોઈએ. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પ્રશ્નો હલ થશે.

X
Janmashtami Puja: what to keep in mind 12 Zodiac wise, Janmashtami Puja Vidhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી