તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Janaki Temple Is Built Here, The Birthplace Of Mother Sita In Punaura Village Of Sitamarhi District

માતા સીતાની જન્મભૂમિ સીતામઢી જિલ્લાના પુનૌરા ગામમાં છે, અહીં જાનકી મંદિર બન્યું છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુનૌરા ધામના જાનકી કુંડમાં સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે

ધર્મ દર્શન ડેસ્કઃ મહા મહિનાના વદ પક્ષની આઠમે સીતા જયંતી ઉજવવામાં આવે છે. આ પર્વ 16 ફેબ્રુઆરીએ છે. બિહારના સીતામઢી જિલ્લાના પુનૌરા ગામમાં માતા જાનકી જન્મભૂમિ મંદિર છે. તેને પુનૌરા ધામના નામથી પણ ઓળખવામાં આવે છે.


સીતામઢી શહેરથી પાંચ કિલોમીટર પશ્ચિમમાં પુનૌરા ગામમાં ભવ્ય જાનકી મંદિર છે. માતા સીતાનો જન્મ આ જ સ્થાને થયો હતો એવું માનવામાં આવે છે. એક કથા પ્રમાણે, મિથિલામાં એકવાર અકાળ પડ્યો હતો. બ્રાહ્મણે રાજા જનકને ખેતરમાં હળ ચલાવવાની સલાહ આપી. જ્યારે રાજા જનક ખેતરમાં હળ ચલાવતાં હતાં, ત્યારે જમીનમાંથી માટીનું એક પાત્ર મળ્યું, જેમાં માતા સીતા બાળક અવસ્થામાં હતી.

આસપાસના અનેક મહત્ત્વપૂર્ણ તીર્થઃ-
પુનૌરાની આસપાસ સીતા માતા તથા રાજા જનક સાથે જોડાયેલાં અનેક તીર્થ સ્થળ છે. જ્યાં રાજાએ હળ ચલાવવાનું શરૂ કર્યું હતું. અહીં પહેલાં તેમણે મહાદેવનું પૂજન કર્યું હતું. તે શિવાલયને હલેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. એક સમયે વિદેહ નામના રાજાએ આ શિવ મંદિરનું નિર્માણ પુત્રેષ્ટિ યજ્ઞ માટે કરાવ્યું હતું.

સંતાન પ્રાપ્તિ થાય છેઃ-
પુનૌરા ધામમાં મંદિરની પાછળ જાનકી કુંડના નામથી એક સરોવર છે. આ સરોવરને લઇને માન્યતા છે કે, તેમાં સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. અહીં પંથ પાકાર નામની પ્રસિદ્ધ જગ્યા છે. આ જગ્યા માતા સીતાના લગ્ન સાથે જોડાયેલી છે. આ જગ્યાએ આજે પણ પ્રાચીન પીપળાનું વૃક્ષ છે, જેની નીચે પાલખી બનેલી છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો