તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Janaki Jayanti On February 16, This Day Worshiping Shriram And Goddess Sita Yields 16 Great Donations

16 ફેબ્રુઆરીએ જાનકી જયંતી, આ દિવસે શ્રીરામ અને માતા સીતાની પૂજા કરવાથી 16 મહાન દાનનું ફળ મળે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

Janaki Jayanti is on 16 February, Sitaji is worshiped for the long life of her husband આ દિવસે પતિના લાંબા આયુષ્ય માટે સીતાજીની પૂજા કરવામાં આવે છે

ધર્મ દર્શન ડેસ્કઃ જાનકી જયંતીનો તહેવાર મહા વદ આઠમ તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ફેબ્રુઆરીએ છે. જાનકી જયંતીના દિવસને સીતા આઠમ નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પરણિત સ્ત્રીઓ માટે ખૂબ જ વિશેષ હોય છે. જાનકી જયંતીના દિવસે પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે માતા સીતાની પૂજા-અર્ચના કરે છે.

16 મહાદાનનું ફળ મળે છેઃ-

  • આ દિવસને માતા સીતાના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પરણિતા સ્ત્રીઓ તેમના ઘરની સુખ-શાંતિ અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
  • આ દિવસે મંદિરોમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. આ દિવસે જે પણ વ્યક્તિ ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા કરે છે તેમને સોળ મહાદાનનું ફળ અને પૃથ્વી દાનનું ફળ પ્રાપ્ત થાય છે.
  • જાનકી જયંતીનું વ્રત સૌભાગ્યશાળી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે.
  • આ દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ માતા સીતાના શુક્રમય નામ ૐ શ્રી સીતાય નમઃ નો જાપ કરવો જોઇએ. તેનાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે.
  • આ દિવસે જે વ્યક્તિ ભગવાન શ્રી રામ અને માતા સીતાની વિધિ વિધાનથી પૂજા કરે છે. તેને 16 મહાન દાનનું ફળ મળે છે. જેમાં પૃથ્વી દાનનું ફળ તથા બધા જ તીર્થનું ફળ મળે છે.
  • માતા સીતાનો જન્મ પુષ્ય નક્ષત્રમાં મંગળવારે થયો હતો. માતા સીતા રાજા જનકની પુત્રી હતાં. એટલે માતા સીતાને જાનકી નામથી પણ ઓળખવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો