શીખ / વ્યક્તિ જ્યાં સુધી મોહ-માયામાં ફસાયેલો રહેશે, ત્યાં સુધી તે ભગવાન તરફ ધ્યાન નથી આપી શકતો

motivational story, inspirational story, ramkrishna paramhans story, prerak prasang

  • શિષ્યએ પરમહંસજીને પૂછ્યું છે કે ભ્રમ અને કામનાઓ કેવી રીતે સમાપ્ત થઈ શકે?

Divyabhaskar.com

Nov 05, 2019, 07:56 PM IST

ધર્મ ડેસ્ક- સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવન સાથે જોડાયેલા અનેક એવા પ્રસંગો છે જે સુખી અને સફળ જીવનના સૂત્ર બતાવે છે. જો આ સૂત્રોને અપનાવી લેવામાં આવે તો જીવનમાં અનેક બાધાઓથી બચી શકીએ છીએ. અહીં જાણો એક એવો પ્રસંગ જેમાં એવું બતાવાયું છે કે કોઈ વ્યક્તિ ક્યારે ભક્તિ નથી કરી શકતો...

ચર્ચિત પ્રસંગમાં જણાવ્યા પ્રમાણે રામકૃષ્ણ પરમહંસના એક શિષ્યને પૂછ્યું કે માણસના મનમાં સાંસારિક વસ્તુઓ પ્રાપ્ત કરવાની અને ઈચ્છાઓને લઈને વ્યાકુળતા રહે છે. વ્યક્તિ આ ઈચ્છાઓને પૂરી કરવા માટે સતત પ્રયાસ કરે છે. આવી વ્યાકુળતા ભગવાનને પ્રાપ્ત કરવાની, ભક્તિ કરવા માટે શા માટે નથી હોતી?

રામકૃષ્ણ પરમહંસજીએ જવાબ આપ્યો કે એવું અજ્ઞાનતાને લીધે થાય છે. વ્યક્તિ સાંસારિક વસ્તુઓને મેળવવાના ભ્રમમાં ગુંચવાયેલો રહે છે, મોહ-માયામાં ફસાયેલો હોવાને લીધે વ્યક્તિ ભગવાન તરફ ધ્યાન નથી આપી શકતો. ત્યારબાદ શિષ્યએ ફરી પૂછ્યું કે આ ભ્રમ અને કામ વાસનાઓને કેવી રીતે દૂર કરી શકાય છે?

પરમહંસજીએ જવાબ આપ્યો કે સાંસારિક વસ્તુઓ ભોગ છે અને જ્યાં સુધી ભોગનો અંત નથી થતો, ત્યાં સુધી વ્યક્તિ ભગવાન તરફ મન નથી લગાવી શકતો. તેમને ઉદાહરણ આપતા સમજાવ્યું કે કોઈ બાળક રમકડાં સાથે રમવામાં વ્યસ્ત રહે છે અને પોતાની માતાને યાદ નથી કરતું. જ્યારે તેનું મન રમકડાંથી ભરાઈ જાય છે કે તેની રમત પૂરી થઈ જાય છે, ત્યારે તેને માતાની યાદ આવે છે. આ સ્થિત આપણી સાથે પણ થાય છે.

જ્યાં સુધી આપણું મન સાંસારિક વસ્તુઓ અને કામનાઓના રમકડાઓમાં ગુંચવાયેલું રહેશે, ત્યાં સુધી આપણે પણ પોતાની માતા અર્થાત્ પરમાત્માનું ધ્યાન નહીં લગાવી શકીએ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભક્તિ માટે આપણે ભોગ-વિલાસથી દૂર થવું પડશે, ત્યારે જ આપણે ભગવાન તરફ ધ્યાન આપી શકીશું.

X
motivational story, inspirational story, ramkrishna paramhans story, prerak prasang

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી