ચાણક્ય નીતિ / જે લોકો મૂર્ખાઓને વધુ મહત્વ આપે છે તેમને ક્યારેય સફળતા નથી મળતી, હંમેશાં દુઃખી રહે છે

chanakya niti, chanakya niti 2019, we should remember this tips for happy life

  • સફળતા અને પ્રગતિ માટે ચાણક્યની આ નીતિઓ ધ્યાનમાં રાખવી જોઈએ

Divyabhaskar.com

Nov 04, 2019, 05:45 PM IST

ધર્મ ડેસ્ક- પ્રાચીન સમયમાં ભારત અલગ-અલગ ખંડોમાં વહેંચાઈ ગયું હતું. તે વખતે આચાર્ય ચાણક્યએ આખા ભારને એક કર્યું અને ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો. ચાણક્યએ નીતિઓનો એક ગ્રંથ પણ તૈયાર કર્યો હતો, જેનું નામ ચાણક્ય નીતિ છે. આ નીતિશાસ્ત્રમાં બતાવેલી નીતિઓનું પાલન કરવાથી આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ અને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જાણો ચાણક્યની એક નીતિ, જેમાં જણાવ્યું છે કે આપણે મૂર્ખાઓથી દૂર રહેવું જોઈએ....

ચાણક્ય નીતિમાં લખ્યું છે કે-

मूर्खा यत्र न पूज्यन्ते धान्य यत्र सुसंचितम्।
दंपतो: कलहो नास्ति तत्र श्री: स्वयमागता।।

(આ ચાણક્ય નીતિ ગ્રંથના ત્રીજા અધ્યાયનો 21મો શ્લોક છે)


આ શ્લોકમાં આચા્ર્ય ચાણક્ય કહે છે કે જે જગ્યાએ મૂર્ખાઓની પૂજા નથી થતી, માત્ર જ્ઞાનીઓનું સન્માન થાય છે. જ્ઞાનીઓની વાતોનો અમલ કરવામાં આવે છે. જ્યાં ધન-ધાન્ય પર્યાપ્ત માત્રામાં સંગ્રહિત રહે છે, અન્નનો એક દાણો પણ વ્યર્થ નથી ફેંકી દેવામાં આવતો, જે ઘરમાં પતિ-પત્નીની વચ્ચે વાદ-વિવાદ નથી થતાં, બધા પ્રેમથી રહે છે, ત્યાં દેવી લક્ષ્મી સ્વયં પધારે છે. એવી જગ્યાએ સુખ-સમૃદ્ધિ સદૈવ ટકી રહે છે. એવા ઘરમાં સુખ-શાંતિ પણ ટકી રહે છે.

જે લોકો મૂર્ખાઓની પૂજા કરે છે અર્થાત્ મૂર્ખાઓને વધુ મહત્વ આપે છે, તેમની સેવા કરે છે, તે ક્યારેય સફળ નથી થઈ શકતાં, હંમેશાં સુખી રહે છે. જ્યાં ધન-ધાન્યનું અપમાન કરવામાં આવે છે, સંગ્રહણ નથી કરવામાં આલતું, જે ઘરમાં પતિ-પત્ની સદૈવ લડતાં રહે છે, જ્યાં કલેશ થતો રહેતો હોય, ત્યાં દેવી લક્ષ્મી રોકાતી નથી. લક્ષ્મી કૃપા વગર આ ખોટા કામોને લીધે પરિવારનું ધન નષ્ટ થઈ જાય છે. એટલા માટે મૂર્ખ લોકોની સંગતથી બચવું જોઈએ, થાળીમાં ભોજન છોડવું ન જોઈએ, પરિવારમાં પ્રેમ ટકાવી રાખવો જોઈએ. ત્યારે જ જીવન સુખી રહી શકે છે. જો આ વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો દુઃખ ક્યારેય સમાપ્ત થતાં નથી.

X
chanakya niti, chanakya niti 2019, we should remember this tips for happy life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી