પરંપરા / પૂજા-પાઠ માટે નારિયેળ, આંબાના પાન અને લાલ દોરાથી કેમ કળશ તૈયાર થાય છે?

Importance of kalash in puja path, old traditions about worship in Hinduism

  • કળશ વિના પૂજા પૂર્ણ નથી થતી, સોના-ચાંદી અથવા તાંબા-માટીનો કળશ પૂજામાં રાખી શકાય 
  • આંબાના પાંદડા અને લાલ દોરાથી બાંધેલું નારિયેળ કળશ પર મૂકવામાં આવે છે
  • પૂજામાં લોખંડનો કળશ ક્યારેય વાપરવો નહીં

Divyabhaskar.com

Aug 13, 2019, 11:32 AM IST

ધર્મ ડેસ્ક. હિંન્દુ શાસ્ત્રો મૂજબ કળશ ધાર્મિક વિધિ અને પૂજા પાઠ માટે પ્રથમ સ્થાને સ્થાપિત થયેલો છે. કળશના સંદર્ભે એવું માનવામાં આવે છે કે, તે તમામ તીર્થસ્થાનોનું પ્રતીક છે. કળશમાં તમામ દેવી-દેવતાઓની માતૃ શક્તિ રહેલી છે, જેના વિના પ્રાર્થના પૂર્ણ થઈ શકતી નથી. ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો, કળશ સંબંધિત કેટલીક વિશેષ બાબતો...

સીતાજી કળશથી જ પ્રાપ્ત થયાં હતાં

ત્રેતાયુગમાં જ્યારે રાજા જનક ખેતરમાં હળ ચલાવી રહ્યાં હતાં, ત્યારે હળ જમીનની અંદર દાટેલા કળશ સાથે ભટકાયુ હતું. રાજાએ કળશ બહાર કાઢ્યો ત્યારે તેમાંથી એક બાળકી મળી હતી. આ બાળકીનું નામ સીતા રાખ્યું હતું. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો. લક્ષ્મીના તમામ ચિત્રોમાં મુખ્યત્વે કળશનું ચિત્રણ દોરવામાં આવ્યું છે. આ કારણોસર પૂજામાં કળશની સ્થાપના કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.

ત્રણેય દેવોની શક્તિ કળશમાં હોય છે

જ્યારે પૂજામાં કળશની સ્થાપના થાય છે, ત્યારે માનવામાં આવે છે કે ત્રિદેવ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. આ સાથે તમામ તીર્થસ્થાનો અને તમામ પવિત્ર નદીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બધાં શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું વિધાન છે. ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, લગ્ન પૂજા, ધાર્મિક વિધિઓ વગેરેમાં કળશની સ્થાપના થાય છે.


કેવી રીતે કળશ બનાવવામાં આવે છે

પૂજામાં સોના, ચાંદી, માટી અને તાંબાના કળશ રાખી શકાય છે. ધ્યાન રહે કે, પૂજામાં લોખંડનો કળશ રાખવો નહીં. લાલ કાપડ, નાળિયેર, આંબાના પાન અને લાલ દોરાની મદદથી કલશ તૈયાર કરવામાં આવે છે.

કળશ સ્થાપના સંબંધિત ખાસ વાતો

પૂજા કરતી વખતે જ્યાં કળશ સ્થાપિત થવાનો છે, ત્યાં હળદરથી અષ્ટદળ બનાવવામાં આવે છે. તેના પર ચોખા મૂકવામાં આવે છે. ચોખા ઉપર કળશ ​​મૂકવામાં આવે છે. પાણી, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઈલાયચી, પાન, સોપારી વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. આ પછી કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. આંબાના પાંદડાવાળું નારિયેળ કળશ પર મૂકવામાં આવે છે. કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ ઉપરમૂકતા હોય છે. ત્યારપછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે.

X
Importance of kalash in puja path, old traditions about worship in Hinduism

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી