સફળતાનું સૂત્ર / વિશાળ લક્ષ્ય પૂરું કરવું હોય તો નાની સફળતા મળતાં જ અટકી જવું તે તમને ભટકાવી શકે છે

If you want to reach a big goal, then stopping at small success can distract you

  • વાલિ વધ પછી સુગ્રીવ સીતાની શોધ કરવાને બદલે પોતે રાજ-પાઠના સુખમાં ખોવાઈ ગયો હતો
  • તેને લક્ષ્મણના ક્રોધનો સામનો કરવો પડ્યો અને માફી પણ માંગવી પડી

Divyabhaskar.com

Nov 28, 2019, 04:58 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- કેટલાક લોકો એવા હોય છે જેઓ થોડી સફળતા મળતાની સાથે જ પોતાના કર્તવ્ય ભૂલી જાય છે. અહીં તેઓ સૌથી મોટી ભૂલ કરી દે છે. તેમને એ વાતની જાણ હોવી જોઈએ કે તેમને સફળતા ત્યારે મળે છે જ્યારે પોતાના કર્તવ્યોનું નિર્વહન સારી રીતે કર્યું છે.

રામચરિત માનસમાં જણાવ્યા પ્રમાણે સીતાની શોધ કરતાં-કરતાં રામ અને લક્ષ્મણ પહેલાં હનુમાનને મળ્યાં. હનુમાનજીએ તેમની મુલાકાત સુગ્રીવ સાથે કરાવી. સુગ્રીવને તેના મોટા ભાઈ વાલિએ પોતાના રાજ્યથી બહાર કાઢી મૂક્યો હતો. તેની પત્ની રોમાને પણ પોતાની પાસે રાખી લીધી. રામે સુગ્રીવની મદદનો ભરેસો અપાવ્યો. રામે પોતાનો વાયદો નિભાવ્યો. રામે વાલિને મારીને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવ્યો. સુગ્રીવને વર્ષો પછી રાજ્ય અને સ્ત્રીનો સંગ મળ્યો. તે પૂરી રીતે રાજ્યને ભોગવવા અને સ્ત્રીસુખ મેળવવામાં લાગી ગયો. ત્યારે વર્ષાઋતુ શરૂ થઈ ગયી હતી.

ભગવાન રામ અને લક્ષ્મણ એક પર્વત પર ગુફાઓમાં નિવાસ કરી રહ્યાં હતાં. વર્ષાઋતુ નિકળી ગઈ. આસમાન સ્વચ્છ તઈ ગયું. રામ રાહ જોઈ રહ્યાં હતાં કે સુગ્રીવ આવશે અને સીતાની શોધ શરૂ થઈ જશે. પરંતુ સુગ્રીવ પૂરી રીતે રાજ-રંગમાં ડૂબી ગયો હતો. તેને એ પણ યાદ ન હતું કે ભગવાન રામ સાથે કરેલો વાયદો પૂરો કરવાનો છે. જ્યારે ઘણા દિવસે વિતી ગયા તો રામે લક્ષ્મણને સુગ્રીવ પાસે મોકલ્યો. લક્ષ્મણ સુગ્રીવ પર ક્રોધિત થઈ ગયો ત્યારે તેને અહેસાસ થયો કે વિલાસિતામાં આવીને તેને કેટલો મોટો અપરાધ કર્યો છે.


સુગ્રીવને પોતાના વચનને ભૂલવા અને વિલાસિતામાં ભટકી જવા બદલ બધાની સામે શરમમાં મૂકાવું પડ્યું અને માફી પણ માંગવી પડી. ત્યારબાદ સીતાની શોધ શરૂ કરી. આ પ્રસંગ શીખવે છે કે થોડી સફળતા મળ્યા પછી જો આપણે ક્યાંક રોકાઈ જઈએ તો માર્ગથી હંમેશાં ભટકવાનો ડર રહે છે. ક્યારેય પણ નાના-નાની સફળતાને પોતાની ઉપર હાવી ન થવા દો. જો આપણે નાની કે પ્રારંભિક સફળતામાં ખોવાયેલાં રહીએ તો ક્યારેય મોટા લક્ષ્યોને પ્રાપ્ત નહીં કરી શકીએ.

X
If you want to reach a big goal, then stopping at small success can distract you

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી