શ્રાવણ સ્પેશિયલ / શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન શિવની રાશિ પ્રમાણે કરો પૂજા

how worship lord shiva as per Rashi in shravan maas
X
how worship lord shiva as per Rashi in shravan maas

Divyabhaskar.com

Aug 04, 2019, 03:32 PM IST

ધર્મ ડેસ્ક: આજે શ્રાવણીયો પ્રથમ સોમવાર દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય છે. મહાદેવની ઉપાસના કરવાથી નવગ્રહ ઘડતરમાં રાહત લાગશે તેમજ માનસિક ચિંતા ઘટશે.  ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. જાણીતા જ્યોતિષી  આશિષ રાવલ અહીં જણાવી રહ્યા છે કે રાશિ મુજબ શિવની પૂજા કઈ વસ્તુ દ્વારા કરવી જોઈએ. આ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ-પ્રતિષ્ઠા-સાહસ આપે છે. મહાદેવ ખૂબજ દયાળુ છે, પણ આપણી ભક્તિમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ.
 

રાશિ પ્રમાણે આ રીતે કરો પૂજા

(1)મેષ રાશિ: મધ અને દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેમજ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ.
 

(2)વૃષભ રાશિ: રાશિના જાતકોએ દહીંની સાથે સાકર નાખીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. દરરોજ શિવની સ્તુતિ,વંદના ગાવી તેમજ શિવના નામની પાંચ માળા કરવી.
 

(3)મિથુન રાશિ : શુદ્ધ જળ સાથે બિલિપત્રનો અભિષેક કરવાથી આ રાશિના જાતકોને લાભ થાય છે. ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરવા.

(4) કર્ક રાશિ :આ રાશિના જાતકોએ ગંગાજળ, ભાંગ, સાકાર મિશ્ર કરેલ દૂધ શિવલિંગ પર ચડાવવું.ધતુરાના ફૂલ શિવના ચરણોમાં અર્પણ કરવા.

(5) સિંહ રાશિ : શુદ્ધ જળ સાથે સફેદ, લાલ ફૂલથી શિવજી પર અર્પણ કરવા જેનાથી મહાદેવ અતિ ખુશ થઇ જશે. ચંદનનો લેપ કરવો.
 

(6)ક્ન્યા રાશિ :આ રાશિના જાતકોએ પાણીનો અભિષેક કરવો તેમજ ઓમ નમ: શિવાયના ૧૦૧ વખત જાપ કરવા. ત્યાર બાદ શિવલિંગ પર અખરોટ મુકવો.
 

(7)તુલા રાશિ :અતર, ગાયનું ઘી, સાકરવાળું દૂધ શિવને ચડાવવું. મીઠાઈનો ભોગ ધરવો. નવુ ધોતિયુ અર્પણ કરવુ.
 

(8) વૃશ્ચિક રાશિ: મધ અને પાણીનું મિશ્રણ કરીને તેમા અત્તર નાખીને જળાભિષેક કરવો. શિવલિંગને સુખડનો લેપ કરવો. 
 

(8) વૃશ્ચિક રાશિ: મધ અને પાણીનું મિશ્રણ કરીને તેમા અત્તર નાખીને જળાભિષેક કરવો. શિવલિંગને સુખડનો લેપ કરવો. 
 

(10) મકર રાશિ :તેલનો દીવો કરવો. ઘી, સાકાર,મધ દૂધમાં ઉમેરી દૂધ અને પાણીનો અભિષેક કરવો. નાના બાળકોને ચોકલેટ પ્રસાદ તરીકે આપવી.
 

(11) કુંભ રાશિ : શુદ્ધ જળ સાથે સરસવના તેલથી શિવજીને અભિષેક કરવો. કોઈપણ પ્રકારના ફૂલ અર્પણ કરવા.

(12)મીન રાશિ: શુદ્ધ જળ સાથે ગંગાજળ ઉમેરી તેમાં કેસરનું નાખી પાણી ચડાવવું અથવા કેસરનું દૂધ ચડાવવું. સુગંધીદાર અગરબતી કરવી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી