વિધિ / આજે રાતે લક્ષ્મીજીની પૂજા કરતી વખતે કઇ રીતે સજાવશો મહાલક્ષ્મીજીની ચોકી?

How to decorate Mahalakshmi's chauki while worshiping Lakshmiji tonight?

 • દિવાળીએ પૂજા સમયે ચોકી પર મહાલક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓનું મુખ પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ રહે તેમ રાખો.

Divyabhaskar.com

Oct 27, 2019, 11:16 AM IST

ધર્મ ડેસ્કઃ રવિવાર, 27 ઓક્ટોબર એટલે આજે દિવાળી છે. આ દિવસે પૂજા માટે માતા લક્ષ્મીજીની પ્રતિમા કઇ રીતે સ્થાપિત કરશો, તે બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઇે. માતા લક્ષ્મીની ચોકી વિધિ-વિધાનથી સજાવવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જે પણ ભક્ત માતા લક્ષ્મીજીની પૂજા માટે વિધિવત વ્યવસ્થા કરે છે, તેમની પૂજા જલ્દી સફળ થઇ શકે છે. જાણો લક્ષ્મી પૂજામાં કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

 • દિવાળી પૂજા માટે ચોકી પર લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓ એવી રીતે રાખવી કે તેમનું મુખ પૂર્વ કે પશ્ચિમમાં રહે.
 • લક્ષ્મીજીને ગણેશજીની જમણી બાજુ સ્થાપિત કરવા જોઇએ. કળશને લક્ષ્મીજી પાસે ચોખા ઉપર રાખો.
 • નારિયેળને લાલ વસ્ત્રમાં એવી રીતે લપેટો કે નારિયેળનો આગળનો ભાગ બહાર દેખાય અને તેને કળશ ઉપર રાખો. આ કળશ વરૂણ દેવનું પ્રતીક માનવામાં આવે છે.
 • કળશ સ્થાપિત કર્યા બાદ બે મોટા દીવા રાખો. એક દીવો ઘીનો અને બીજો દીવો તેલનો રાખો. એક દીવો ચોકીની જમણી બાજુ રાખો અને બીજો મૂર્તિના ચરણો પાસે રાખવો જોઇએ. આ સિવાય એક દીવો ગણેશજી પાસે પણ રાખો.

પૂજામાં ચોકીની વ્યવસ્થા કઇ રીતે હોવી જોઇએઃ-

 • દિવાળીએ લક્ષ્મી પૂજા સમયે એક ચોકી ઉપર માતા લક્ષ્મી અને શ્રીગણેશ સાથે જ અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઇએ. આ સિવાય એક અન્ય નાની ચોકી પણ બનાવવામાં આવે છે. આ ચોકીને પણ વિધિ-વિધાનથી સજાવવામાં આવે છે.
 • મૂર્તિઓની ચોકી પાસે એક નાની ચોકી રાખીને તેના ઉપર લાલ વસ્ત્ર પાથરો. કળશ પાસે ચોખાથી લાલ વસ્ત્ર ઉપર નવગ્રહના પ્રતીક તરીકે નવ ઢેરીઓ ત્રણ લાઇનમાં બનાવો. તેને તમે અહીં આપેલાં ચિત્રમાં (1) જોઇ શકો છો.
 • ગણેશજી સામે ચોખાની સોળ ઢેરી બનાવો. આ સોળ ઢેરીઓ માતૃકા(2) નું પ્રતીક છે. જેવું ચિત્રમાં ચિહ્ન (2) પર જોવા મળે છે. નવગ્રહ અનો સોળ માતૃકા વચ્ચે સ્વસ્તિક (3) નું ચિહ્ન બનાવો. તેની વચ્ચે સોપારી (4) રાખો અને ચારેય બાજુ ચોખાની ઢેરી રાખો.
 • લક્ષ્મીજી પાસે શ્રીનું ચિહ્ન (5) બનાવો. ગણેશજી તરફ ત્રિશૂળ (6) બનાવો. એક ચોખાની ઢેરી (7) લગાવો જે બ્રહ્માજીનું પ્રતીક છે. સૌથી નીચે ચોખાની નવ ઢેરી બનાવો (8) જે માતૃકનું પ્રતીક છે.
 • ચોરી ઉપર સૌથી ઉપર ॐ (9)નું ચિહ્ન બનાવો. આ સિવાય કલમ, શ્યાહીની બોટલ, બહીખાતા તથા સિક્કાની થેલીમાં રાખો. આ પ્રકારે માતા લક્ષ્મીની ચોકી સજાવવાથી પૂજા જલ્દી સફળ થઇ શકે છે.
X
How to decorate Mahalakshmi's chauki while worshiping Lakshmiji tonight?
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી