ગાયત્રી જયંતી / ગાયત્રી મહામંત્રનો અર્થ શું છે? મંત્ર જાપ કરતી વેળાએ કઈ વાતનું ધ્યાન રાખવું?

Divyabhaskar.com

Jun 12, 2019, 11:33 AM IST
how to chant gayatri mantra
X
how to chant gayatri mantra

ધર્મ ડેસ્ક : ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી અને ફાયદાકારક કહેવામાં આવ્યો છે. ચારેય વેદમાં ગાયત્રી મત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે તે નિયમિત ત્રણ વાર તેનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓનો આવતી નથી. ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે.


ગાયત્રી મંત્રનો અર્થ


મંત્ર-  ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।


અર્થ-     એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

ॐ - ઈશ્વર

भू: - પ્રાણસ્વરૂપ

भुव: - દુ:ખનો નાશ કરનાર

स्व: - સુખ સ્વરૂપ

तत् - તે 

सवितु: - તેજસ્વી 

वरेण्यं - શ્રેષ્ઠ 

भर्ग: - પાપનો નાશ કરનાર 

देवस्य - દિવ્ય

धीमहि - ધારણ કરો 

धियो - બુદ્ધિ

यो - જે

न: - અમને

प्रचोदयात् - પ્રેરિત કરો

ગાયત્રી મંત્રનો જાપ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું

1.

ગાયત્રી મંત્ર બોલતી વેળાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ. જેમકે પદ્માસન, અર્ધ પદ્માસન અને સિદ્ધઆસન. કોઈ આસન ઉપર બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
 

2.

 આ મંત્રનો જાપ સ્નાન કરીને, સ્વચ્છ કપડાં પહેરીને કરવો જોઈએ.
 

3.

ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદયના બે કલાક પહેલાથી લઈ સૂર્યાસ્તના એક કલાક બાદ સુધી કરી શકાય છે. મૌન એટલે કે માનસિક જાપ ગમે ત્યારે કરી શકો છો. પરંતુ રાત્રિના સમયે મંત્ર જાપ ન કરવા જોઈએ. માનવામાં આવે છે કે રાત્રિના સમયે ગાયત્રી મંત્રનો જાપ લાભદાયી હોતો નથી.
 

4.

માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છો છો તો 108 મણકાવાળી માળા કરવી જોઈએ.  તુલસી અને ચંદનની માળા રાખવી જોઈએ.
 

5.

આ મંત્રને ઝડપથી બોલવો ન જોઈએ. તેના અર્થ અને મહત્વને સમજીને જ તેનો જાપ કરવો જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી