કુંભ મહાપર્વ / આવતાં વર્ષે 11 માર્ચ 2021 એ હરિદ્વાર કુંભમાં પહેલું સ્નાન અને 27 એપ્રિલએ અંતિમ શાહી સ્નાન યોજાશે

Haridwar Kumbh Mela Shahi Snan Dates 2021

  • સમુદ્ર મંથન સાથે કુંભ મહાપર્વની કથા જોડાયેલી છે, દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું

Divyabhaskar.com

Feb 14, 2020, 01:42 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ હરિદ્વાર કુંભ 2021ના રોજ પહેલું શાહી સ્નાન ગુરૂવાર, 11 માર્ચે થશે. આ દિવસે મહાશિવરાત્રિ રહેશે. ભારત રત્ન મદન મોહન માલવીય દ્વારા સ્થાપિત શ્રી ગંગા સભા પ્રમાણે ઉત્તરાખંડ સરકારે બધા પ્રમુખ અખાડાઓ સાથે ચર્ચા કર્યા બાદ હરિદ્વાર કુંભ 2021એ શાહી સ્નાન અને પ્રમુખ સ્નાનની તારીખ ઘોષિત કરી છે.

શાહી સ્નાનના દિવસ-
ગુરૂવાર, 11 માર્ચ 2021 મહાશિવરાત્રિ
સોમવાર, 12 એપ્રિલ 2021 સોમવતી અમાસ
બુધવાર, 14 એપ્રિલ 2021 મેષ સંક્રાંતિ
મંગળવાર, 27 એપ્રિલ 2021 ચૈત્ર મહિનાની પૂનમ

પ્રમુખ સ્નાનના દિવસ-
ગુરૂવાર, 14 જાન્યુઆરી 2021 મકરસંક્રાંતિ
ગુરૂવાર, 11 ફેબ્રુઆરી 2021 મૌની અમાસ
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 વસંત પંચમી
શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 માઘ પૂનમ
મંગળવાર, 13 એપ્રિલ 2021 ચૈત્ર સુદ એકમ
બુધવાર, 2 એપ્રિલ 2021 રામનોમ

કુંભ સાથે જોડાયેલી પ્રાચીન માન્યતાઃ-


કુંભને લઇને સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એકવાર મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે સ્વર્ગ શ્રીહીન એટલે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ નષ્ટ થઇ ગયું હતું. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયાં. વિષ્ણુજીએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે, સમુદ્ર મંથનમાંથી અમૃત મળશે. આ અમૃતપાનથી બધા જ દેવતાઓ અમર થઇ જશે. દેવતાઓ આ વાત અસુરોના રાજા બલિને જણાવી. આ વાત સાંભળીને તેઓ પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયાં. આ મંથનમાં વાસુકિ નાગની નેતી (ખાસ પ્રકારનું દોરડું) બનાવવામાં આવી અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યાં હતાં. આ રત્નમાં કાલકૂટ વિષ. કામધેનુ, ઉચ્ચૈશ્રવા ઘોડા, એરાવત હાથી, કૌસ્તુભ મણિ, ક્લપવૃક્ષ, અપ્સરા રંભા, મહાલક્ષ્મી, વારૂણી દેવી, ચંદ્ર, પારિજાત વૃક્ષ, પાંચજન્ય શંખ, ભગવાન ધનવંતરી તેમના હાથમાં અમૃત કળશ લઇને બહાર આવ્યાં હતાં.

જ્યારે અમૃત કળશ બહાર આવ્યું ત્યારે દેવતા અને અસુર તેને ગ્રહણ કરવા માંગતાં હતાં. અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. આ દરમિયાન કળશમાંથી અમૃતના ટીપા ચાર સ્થાન હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યાં હતાં. આ યુદ્ધ 12 વર્ષ સુધી ચાલ્યું હતું. એટલાં માટે જ આ ચારેય સ્થાને 12-12 વર્ષમાં એકવાર કુંભ મેળો યોજાય છે. આ મેળામાં બધા અખાડાના સાધુ-સંત અને બધા શ્રદ્ધાળુઓ અહીંની પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.

X
Haridwar Kumbh Mela Shahi Snan Dates 2021

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી