પર્વ / ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથીઃ આ દિવસે નવદુર્ગાની નહીં, 10 મહાવિદ્યાઓની પૂજા કરવી જોઇએ

Gupt Navratri from 25 January; In these days, not 10 Navadurga will be worshiped

  • આ વખતે ત્રીજ તિથિ વધવાથી 10 દિવસ ગુપ્ત નવરાત્રિ રહેશે

Divyabhaskar.com

Jan 20, 2020, 11:38 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. આ વખતે ગુપ્ત નવરાત્રિ વિશેષ સિદ્ધિ યોગમાં આવી રહી છે. જ્યોતિષ પ્રમાણે ગ્રહ-નક્ષત્રોના સંયોગથી સાધના કરતાં ગૃહસ્થ સાધકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી સરળ રહેશે. આ અવસર સાધકો માટે ખાસ રહેશે. ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી શરૂ થઇને 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. નવરાત્રિનું અનુષ્ઠાન સમાપ્તિ 4 ફેબ્રુઆરીએ થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે ગુપ્ત નવરાત્રિ ખાસ કરીને તાંત્રિક ક્રિયાઓ, શક્તિ સાધના, મહાકાળ વગેરે સાથે જોડાયેલ લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દરમિયાન દેવી ભગવતીના સાધક આકરા નિયમ સાથે વ્રત અને સાધના કરે છે. આ દરમિયાન લોકો લાંબી સાધના કરી દુર્લભ શક્તિઓની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરે છે.

કાળા કપડાં પહેરવા નહીંઃ-
પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે નવ દિવસ વ્રત રાખનાર સાધકે કાળા કપડાં પહેરવા નહીં. મીઠું અને અનાજનું સેવન કરવું નહીં. દિવસમાં સૂવું નહીં. કોઇપણ અપશબ્દ બોલવા જોઇએ નહીં. સાધકે માતાની બંને સમય આરતી કરવી જોઇએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ લાભદાયી રહે છે.

ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખવાનું વિધાન છે. આ નવરાત્રિમાં માતાની આરાધના રાતના સમયે કરવામાં આવે છે. આ નવ દિવસો માટે કળશની સ્થાપના કરવામાં આવે છે. જો કળશ સ્થાપના કરી હોય તો બંને સમયે મંત્ર જાપ, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.

નવરાત્રિ ઉપર શુભ સંયોગઃ-
પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે ગુપ્ત નવરાત્રિ સ્વયં સિદ્ધ હોય છે. જેમાં 10 મહાવિદ્યાઓનું પૂજન કરવામાં આવે છે. આ એક એવો વિશેષ સમય છે જ્યારે ગૃહસ્થ અને સાધક ઓછા સમયમાં તેમની ઇચ્છા પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

આ વિશેષ યોગ સર્જાશેઃ-
મહા સુદ પક્ષ એકમ તિથિ, દિવસ શનિવાર, શ્રવણ નક્ષત્ર, સિદ્ધિ યોગ, મકર રાશિ, રાશિ સ્વામી શનિ અને નક્ષત્ર સ્વામી ચંદ્ર રહેવાથી વિશેષ સિદ્ધિ યોગ બની રહ્યો છે. એટલાં માટે આ નવરાત્રિ ગૃહસ્થ અને સંન્યાસી સાધકો માટે પૂર્ણ ફળ પ્રાપ્તિનો સમય છે.

ઋષિ શ્રૃંગીએ ગુપ્ત નવરાત્રિની કથા જણાવી છેઃ-
ઋષિ શ્રૃંગી સાધના કર્યા બાદ ભક્તોને દર્શન આપી રહ્યા હતાં. તે સમયે ભીડમાં એક મહિલાએ ઋષિ શ્રૃંગીના આશીર્વાદ લીધા બાદ પોતાની વ્યથા સંભળાવતાં જણાવ્યું કે, તેનો પતિ વ્યસની છે. એટલાં માટે તે રોજ પૂજા કરી શકતી નથી. ઋષિ શ્રૃંગીને જણાવતાં કહ્યું કે- એવું શું કરે જેનાથી તેને દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય. ઋષિ શ્રૃંગીએ જણાવ્યું કે, ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓનું પૂજન નિયમાનુસાર કરી લેશે, તો જાતકને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. મહિલાએ ગુપ્ત નવરાત્રિમાં નિયમ પ્રમાણે પૂજન કર્યું. જેથી તેનો પતિ સદાચારી ગૃહસ્થ થયો અને ઘરમાં સમૃદ્ધિ આવી. ત્યારથી ગુપ્ત નવરાત્રિ ગૃહસ્થ લોકોમાં પ્રચલિત થઇ.

આ નવરાત્રિમાં રાત્રિકાલીન અનુષ્ઠાનઃ-
મહા અને અષાઠ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓનું પૂજન અને સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં રાત્રિકાલીન સાધના હોય છે. દેવી શાસ્ત્રો પ્રમાણે ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાના પૂજનથી મનોકામના પૂર્ણ થાય છે. ગુપ્ત નવરાત્રિમાં પ્રત્યેક્ષ નવરાત્રિ જેવી જ સાધના, પૂજા-પાઠ કરવાના નિયમ છે. પહેલાં દિવસે કળશ સ્થાપના અને છેલ્લાં દિવસે વિસર્જન બાદ પારણ થાય છે.

મહાવિદ્યાઓની સાધના શુભઃ-
ગુપ્ત નવરાત્રિ સાધકો માટે વિશેષ છે. આ નવરાત્રિમાં સાધક ગુપ્ત શક્તિઓની સાધના કરે છે. ખાસ કરીને 10 મહાવિદ્યાઓની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. દેવી ભાગવત પ્રમાણે જે સાધક ગુપ્ત નવરાત્રિમાં ઓછાં સમયમાં 10 મહાવિદ્યાઓમાંથી કોઇપણ મહાવિદ્યાની સાધના કરવાનું ઇચ્છે છે, તે આ ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન કરે તો તેમને જલ્દી જ સફળતા પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

X
Gupt Navratri from 25 January; In these days, not 10 Navadurga will be worshiped

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી