પર્વ / 30 વર્ષ પછી ગુપ્ત નવરાત્રિમાં શનિ પોતાની જ રાશિ મકરમાં રહેશે, આ દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે

Saturn in his zodiac Capricorn on 
Gupt Navratri after 30 years, these days the 9 forms of goddess Durga are worshiped.

  • માહ મહિનાની ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી, દર વર્ષે 4 નવરાત્રિ આવે છે, બે સામાન્ય અને 2 ગુપ્ત હોય છે.

Divyabhaskar.com

Jan 21, 2020, 08:07 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 25 જાન્યુઆરીથી માહ મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાંથી 2 સામાન્ય અને 2 ગુપ્ત હોય છે. ચૈત્ર-આસો મહિનામાં સામાન્ય અને માહ-અષાઢમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. 24 જાન્યુઆરીએ 30 વર્ષ પછી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર શનિની જ રાશિ છે. માહ મહિનાના સુદ પક્ષમાં ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે. આ દિવસોમાં દેવી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સોમવાર, 3 ફેબ્રુઆરીએ નોમ તિથિ રહેશે.

દેવી માતાના 9 સ્વરૂપઃ-
નવરાત્રિમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી આ નવ સ્વરૂપોની વિશેષ પૂજા વિવિધ દિવસે કરવામાં આવે છે.

દસ મહાવિદ્યાઓઃ-
ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાની પણ પૂજા થાય છે. આ મહાવિદ્યાઓ માતા કાળી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવી છે. આ વિદ્યાઓની કાદિ, હાદિ, સાદિ ક્રમથી ઉપાસના કરવામાં આવે છે. કાળીકુળ અંર્તગત કાળી, તારા અને ઘૂમાવતી આવે છે. અન્ય વિદ્યાઓ શ્રીકુલ અંર્તગત માનવામાં આવે છે. દસ મહાવિદ્યાઓની પૂજા યોગ્ય ગુરૂ વિના કરી શકાતી નથી.

દેવી માતાના વિશેષ ભોગઃ-
માં શૈલપુત્રીને ગાયના ઘીથી બનેલાં સફેદ વ્યંજનોનો ભોગ ધરાવો જોઇએ.
બ્રહ્મચારિણી મિશ્રી જેવા મીઠા ભોગ ધરાવવા જોઇએ. તેની પૂજામાં મિશ્રી, ખાંડ અને પંચામૃતનો ભોગ ધરાવો.
માં ચંદ્રઘંટાને દૂધથી બનેલી વસ્તુઓ જેમ કે, ખીર, રસગુલ્લા અને માવાથી બનેલી મીઠાઇઓ ધરાવી જોઇએ.
માં કૂષ્માંડાને શુદ્ધ દેસી ઘીથી બનેલાં માલપુઆનો ભોગ દેવી માતાના આ સ્વરૂપને ધરાવો જોઇએ.
માં સ્કંદમાતાને કેળા અર્પણ કરવાં જોઇએ.
માં કાત્યાયનીને શુદ્ધ મધનો ભોગ ધરાવીને પૂજા કરવી જોઇએ.
માં કાલરાત્રિને ગોળ અને ગોળથી બનેલાં વ્યંજન ચઢાવવા જોઇએ.
માં મહાગૌરીને નારિયેળ ચઢાવો.
માં દુર્ગાને હલવા-પૂરી અર્પણ કરી શકો છો. નવરાત્રિના છેલ્લાં દિવસે નાની કન્યાઓને હલવા-પૂરી વહેંચવા જોઇએ.

X
Saturn in his zodiac Capricorn on 
Gupt Navratri after 30 years, these days the 9 forms of goddess Durga are worshiped.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી