સુખ-સંપત્તિ / દેવી દુર્ગાએ જણાવેલાં 10 સોનેરી સુત્રો, સુખી અને સફળ જીવન જીવવા માટે જરૂર અપનાવો

Goddess Durga has told 10 ways to live a happy and successful life

  • દેવી ભાગવતના એક શ્લોકમાં દેવી દુર્ગાએ કયા ગુણો અને કાર્યો જીવનમાં સુખ-શાંતિ લાવે છે તેના વિશે જણાવ્યું છે
  • સફળતાના રસ્તા ઉપર લાંબા સમય સુધી ચાલવું હોય તો આ 10 વાતો અપનાવો

Divyabhaskar.com

Jan 20, 2020, 10:42 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ સનાતન ધર્મમાં આદર્શ જીવનની અનેક વાતો ઉલ્લેખવામાં આવી છે. જીવનમાં સફળતા અને સંપન્નતા માટે અનેક પ્રકારની જીવનશૈલી અને સૂત્ર જણાવવામાં આવ્યાં છે. દેવી ભાગવત હિંદુ ધર્મગ્રંથોના 18 પ્રમુખ પુરાણોમાંથી એક છે. આ પુરાણમાં દેવી દુર્ગાની લીલાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં એક સંવાદ દરમિયાન દેવી દુર્ગાએ સફળ અને શાંતિપૂર્ણ જીવનના 10 સૂત્ર જણાવ્યાં છે. આ વાતને સમજીને, તેનું પાલન કરીને જીવનને સુખદ બનાવી શકાય છે. તેનું પાલન રેક વ્યક્તિએ તેમના જીવનમાં કરવું જોઇએ. શ્રીમદ દેવીભાગવત મહાપુરાણ પ્રમાણે, આ 10 નિયમ દરેક વ્યક્તિએ તેમના જીવનમાં અપનાવવા જોઇએ.

तपः सन्तोष आस्तिक्यं दानं देवस्य पूजनम्।
सिद्धान्तश्रवणं चैव ह्रीर्मतिश्च जपो हुतम्।।

એટલે- તપ, સંતોષસ આસ્તિકતા, દાન, દેવપૂજન, શાસ્ત્રસિદ્ધાંતોનું શ્રવણ, લજ્જા, સદબુદ્ધિ, જાપ અને હવન. આ દસ નિયમ દેવી ભગવતી દ્વારા જણાવવામાં આવ્યાં છે.

તપઃ-
તપસ્યા કરવી અથવા ધ્યાન લગાવવાથી મનને શાંતિ મળે છે. મનુષ્યના જીવનમાં અનેક વાતો હોય છે, જેને સમજવી ક્યારેક-ક્યારેક મુશ્કેલ થઇ જાય છે. તપ કરવા અથવા ધ્યાન લગાવવાથી બધું જ ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થઇ જાય છે અને મન પણ શાંત થઇ જાય છે. શાંત મનથી કોઇપણ સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી. ધ્યાન લગાવવાથી અનેક માનસિક અને શારીરિક રોગનો પણ નાશ થાય છે.

સંતોષઃ-
મનુષ્યના જીવનમાં અનેક ઇચ્છાઓ હોય છે. દરેક ઇચ્છાને પૂર્ણ કરવી સંભવ હોતી નથી. એવામાં મનુષ્યે મનમાં સંતોષ રાખવો જોઇએ. અસંતોષના કારણે મનમાં બળતરા, લાલચ જેવી ભાવનાઓ જન્મ લે છે. જેના કારણે મનુષ્ય ખોટાં કામ કરવા તૈયાર થઇ જાય છે. સુખ જીવન માટે આ ભાવનાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે મનુષ્યએ હંમેશાં મનમાં સંતોષ રાખવો જોઇએ.

આસ્તિકતાઃ-
આસ્તિકતાનો અર્થ દેવી-દેવતામાં વિશ્વાસ રાખવો છે. મનુષ્યે હંમેશાં દેવી-દેવતાઓનું સ્મરણ કરતાં રહેવું જોઇએ. નાસ્તિક વ્યક્તિ પશુ સમાન હોય છે. આવા વ્યક્તિ માટે સારું-ખરાબ કંઇ જ હોતું નથી. તેઓ ખરાબ કર્મોને પણ વિના કોઇ ભય કરતાં જાય છે. જીવનમાં સફળતાં હાંસલ કરવા માટે આસ્તિકતાની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે.

દાનઃ-
હિંદુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. દાન કરવાથી પુણ્ય મળે છે. દાન કરવાથી ગ્રહોના દોષ નાશ પામે છે. અનેકવાર મનુષ્યને તેમની ગ્રહ દશાઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાન આપીને અથવા અન્ય પુણ્ય કર્મ કરવાથી ગ્રહ દોષનું નિવારણ કરવામાં આવી શકે છે. મનુષ્યએ તેમના જીવનમાં હંમેશાં જ દાન કર્મ કરતાં રહેવું જોઇએ.

દેવ પૂજનઃ-
દરેક વ્યક્તિની અનેક કામનાઓ હોય છે. પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કર્મો સાથે-સાથે દેવતાઓની પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. વ્યક્તિ તેમના દરેક દુઃખમાં, દરેક પરેશાનીમાં ભગવાનને યાદ કરે છે. સુખી જીવન અને હંમેશાં ભગવાનની કૃપા તેમના પરિવાર ઉપર બનાવી રાખવા માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરવી જોઇએ.

શાસ્ત્ર સિદ્ધાંતોને સાંભળવા અને માનવાઃ-
અનેક પુરાણો અને શાસ્ત્રોમાં ધર્મ-જ્ઞાન સંબંધી અનેક વાતો ઉલ્લેખવામાં આવી છે. જે વાતો તે સમયે જ નહીં પરંતુ આજે પણ ખૂબ જ ઉપયોગી છે. જો તે સિંદ્ધાંતોનું જીવનમાં પાલન કરવામાં આવે તો કોઇપણ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકાય છે. શાસ્ત્રોમાં આપેલાં સિદ્ધાંતોથી પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ અને શ્રવણ કરવું જોઇએ.

લજ્જાઃ-
કોઇપણ વ્યક્તિમાં લજ્જા(શરમ) હોવી ખૂબ જ જરૂરી છે. બેશરમ વ્યક્તિ પશુ સમાન હોય છે. જે વ્યક્તિના મનમાં લજ્જાનો ભાવ હોતો નથી, તે કોઇપણ દુષ્કર્મ કરી શકે છે. જેના કારણે અનેકવાર તેમને અને તેમના પરિવારે અપમાનનો સામનો કરવો પડી શકે છે. લજ્જા જ વ્યક્તિને યોગ્ય અને અયોગ્ય વિશે સમજણ આપે છે. વ્યક્તિએ તેમના મનમાં લજ્જાનો ભાવ નિશ્ચિત જ રાખવો જોઇએ.

સદબુદ્ધિઃ-
કોઇપણ વ્યક્તિને સારા અથવા ખરાબ તેમની બુદ્ધિ જ બનાવે છે. સારા વિચાર રાખતાં વ્યક્તિ જીવનમાં હંમેશાં જ સફળતા મેળવે છે. ખરાબ વિચાર ધરાવતાં વ્યક્તિ ક્યારેય ઉન્નતિ કરી શકતાં નથી. વ્યક્તિની બુદ્ધિ તેમના સ્વભાવને દર્શાવે છે. સદબુદ્ધિવાળા વ્યક્તિ ધર્મનું પાલન કરનાર હોય છે અને તેમની બુદ્ધિ ક્યારેય ખોટાં કાર્યો તરફ જતી નથી. હંમેશાં સદબુદ્ધિનું પાલન કરવું જોઇએ.

જાપઃ-
શાસ્ત્રો પ્રમાણે, જીવનમાં અનેક સમસ્યાઓનો ઉકેલ માત્ર ભગવાનના જાપ કરવાથી જ આવી શકે છે. જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું નામ જાપતાં હોય છે, તેમના ઉપર ભગવાનની કૃપા હંમેશાં બની રહે છે. ભગવાનનું ભજન-કીર્તન કરવાથી મનને શાંતિ મળે છે અને પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો પ્રમાણે કળિયુગમાં દેવી-દેવતાઓનું માત્ર નામ લેવાથી જ પાપમાંથી મુક્તિ મળે છે.

હવનઃ-
કોઇપણ શુભ કામ કાર્ય શરૂ કરતી વખતે હવન કરવો જોઇએ. હવન કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. હવન કરતી વખતે હવનમાં આપવામાં આવતી આહુતિનો એક ભાગ સીધો દેવી-દેવતાઓને પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં દેવી-દેવતાઓની કૃપા સદા બની રહે છે. સાથે જ, વાતાવરણમાં પોઝિટિવ ઊર્જા પણ વધે છે.

X
Goddess Durga has told 10 ways to live a happy and successful life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી