ધ્યાન / કોઈ શાંત જગ્યાએ માતા ગાયત્રીના ફોટા કે મૂર્તિની સામે બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ

mantra jaap, mantra jap, gayatri mantra jaap, meditation, benefits of meditation

  • માનસિક તણાવ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે રોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ

Divyabhaskar.com

Nov 27, 2019, 05:56 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- બદલતી દિનચર્યાને લીધે મોટાભાગના લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. એવી સ્થિતિમાં રોજ સવારે મેડિટેશન કરવું અને મંત્રજાપ કરવો લાભદાયી થઈ શકે છે. મંત્રજાપથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ ઝડપથી લાભ પહોંચી શકે છે. આ મંત્રનો યોગ્ય પદ્ધતિથી જાપ કરવામાં આવે તો ધર્મ લાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. જાણો ગાયત્રી મંત્રનો જાપ કરવાની સામાન્ય વિધિ અને તેનાથી મળતા લાભ....


ગાયત્રી મંત્ર-


ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।


આ મંત્રનો શાબ્દિક અર્થ એ છે કે સૃષ્ટિની રચના કરનાર, પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે.


ગાયત્રી મંત્રનો જાપ કોઈ શાંત તથા પવિત્ર જગ્યાએ કરવો જોઈએ. તેની માટે સ્નાન વગેરે કર્મો પવિત્ર થઈને સ્વચ્છ કપ઼ડાં પહેરો. ત્યારબાદ ગાયત્રી માતાની મૂર્તિ કે ફોટોની સામે કુશનું આસન પાથરીને બેસો.


માતાનું પૂજન કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.


જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. આ મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્રોમાંથી એક છે. આ મંત્રનો જાપ કરવા માટે ત્રણ સમય નક્કી કરવામાં આવેલાં છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.


મંત્રના જાપનો પહેલો સમય છે સવારનો સમય. જે સૂર્યોદયની થોડીવાર પહેલા મંત્ર જાપ શરૂ કરવો જોઈએ અને સૂર્યોદય થઈ જાય ત્યાં સુધી કરવો જોઈએ. બીજો સમય છે બપોરનો. બપોરના સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. ત્રીજો સમય છે સાંજનો. સૂર્યાસ્ત પહેલાંનો. સૂર્યાસ્ત પહેલાં મંત્રજાપ શરૂ કરીને સૂર્યાસ્ત થઈ જાય ત્યાં સુધી કરી શકાય.


આ ત્રણ સમય સિવાય પણ જો તમે જાપ કરવા માંગતા હોવ તો મૌન રહીને, માનસિક રીતે કરવો જોઈએ. મંત્રજાપ વધુ તેજ અવાજમાં ન કરવો.

X
mantra jaap, mantra jap, gayatri mantra jaap, meditation, benefits of meditation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી