પરંપરા / ગણેશ ઉત્સવ, પૂજા કરતી વેળા સ્વસ્તિક બનાવવામાં ખાસ કાળજી રાખવી જરૂરી

ganesh utsav 2019, importance of swastika in ganesh puja

  • સ્વસ્તિક ગણેશજીનું પ્રતિક છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે

Divyabhaskar.com

Aug 31, 2019, 11:43 AM IST

ધર્મ ડેસ્ક. આગામી સોમવાર, 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનું પર્વ શરૂ થવાનું છે. આ દિવસે ઘરે- ઘરે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 11 દિવસ સુધી એટલે કે, 12 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. 12 તારીખે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ગણેશ પૂજામાં કેટલીક સાવચેતી રાખવી પડતી હોય છે.

ગણેશ પૂજામાં સૌથી પહેલાં સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવે છે. સ્વસ્તિકની ઉપાસનાથી તમામ ધાર્મિક ક્રિયાઓ સફળ થાય છે, પૂજા કરનારાઓની ભગવાન ઇચ્છાઓ પૂર્ણ કરે છે. સ્વસ્તિકનું હિંદુ શાસ્ત્રોમાં ઘણું મહત્વ હોવાના ઉલ્લેખો મળે છે, પૂજા યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો જ પૂર્ણ થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, પૂજાની સફળતા માટે સ્વસ્તિક બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જાણો...

સીધું અને સુંદર સ્વસ્તિક બનાવવું જોઈએ

સ્વસ્તિક ક્યારેય આડુ-અવળું બનાવવું નહીં. તેના ચિહ્નો સીધા અને સુંદર બનાવવા જોઈએ. એટલું ધ્યાનમાં રાખો કે, તમારે ઘરે ક્યારેય ઊલટું સ્વસ્તિક બનાવવું નહીં. ઊલટું સ્વસ્તિક મંદિરોમાં બનાવવામાં આવે છે. ઘરમાં સ્વસ્તિક બનાવવાની જગ્યા એકદમ સ્વચ્છ અને શુદ્ધ હોવી જોઈએ. જ્યાં સ્વસ્તિક છે, ત્યાં કોઈ ગંદકી ન થવી જોઈએ.

સ્વસ્તિક સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે

સ્વસ્તિક ધનાત્મક એટલે કે સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. ઘરનાં દરવાજા પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી અને દૈવી શક્તિને સતત આકર્ષે છે. દરવાજા પર સ્વસ્તિક બનવવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે.

હળદરથી પણ સ્વસ્તિક બનાવી શકાય

દાંપત્ય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજા કરતી વખતે હળદર દ્વારા પણ સ્વસ્તિક બનાવવું જોઈએ. ખાસ મનોકામનાઓ માટે કુમકુમ દ્વારા સ્વસ્તિક બનાવવું જોઈએ.

X
ganesh utsav 2019, importance of swastika in ganesh puja
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી