પૂજા / ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે મૂર્તિ સાથે વાંસળી, ગાય અને તુલસીની માળા અવશ્ય રાખવી જોઇએ

flute, cow and basil with idol must be kept with idol while worshiping Lord Krishna

  • ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વસ્તુઓ ઘરનાં મંદિરમાં રાખશો તો પૂજા ઝડપથી સફળ થઈ શકે છે
  • મોરના પીંછા વિના શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે

Divyabhaskar.com

Aug 24, 2019, 12:37 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આ વખતે 23 અને 24 ઓગસ્ટ બંને દિવસ જન્માષ્ટમી ઉજવવામાં આવી છે. આ વર્ષે પંચાગમાં ભેદ હોવાને કારણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ બે દિવસ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાળ જેવા સ્વરૂપ બાલ ગોપાલની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય, પં.મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એવી 5 વસ્તુઓ જેને બાળ ગોપાલની મૂર્તિ સાથે અવશ્ય રાખવી જોઇએ.

વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક વાંસળી છે. વાસ્તુ મુજબ, ઘરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. જો તમે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સાથે વાંસળી રાખશો તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. નંદ બાબાએ શ્રીકૃષ્ણને વાંસળી આપી હતી અને શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં.

ગાયની મૂર્તિ
ગાય સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધ ગાઢ છે. શ્રીકૃષ્ણે બાળપણમાં ગાયોને ચરાવી હતી. આ વાતથી જ સ્પષ્ટ થાય છે કે, ગાય ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ગાયને ખવડાવવી, ગાયનું દાન કરવું અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે ગાયની મૂર્તિ રાખવી બહુ શુભ માનવામાં આવે છે.

તુલસીની માળા
ઘરમાં તુલસીનો છોડ રોપવો એ અનિવાર્ય પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ અર્પણ કરી શકાતો નથી. બાળ ગોપાલની મૂર્તિ સાથે તુલસીની માળા ચોક્કસ રાખવી જોઇએ.

મોરનું પીંછું
શ્રીકૃષ્ણને રાધાએ મોરનું પીંછું આપ્યું હતું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તેને હંમેશાં પોતાની પાસે રાખતાં હતાં. મોરના પીંછા વિના શ્રીકૃષ્ણનો શૃંગાર અધૂરો રહે છે. તેથી, કૃષ્ણ મૂર્તિ સાથે મોરના પીંછા અવશ્ય રાખો.

માખણ-મિશરી
ઘરનાં મંદિરમાં દરરોજ સવાર-સાંજ ભોગ લગાવવો જોઇએ. શ્રીકૃષ્ણને માખણ-મિશરી અર્પણ કરો, કારણ કે તે ભગવાનનો સૌથી પ્રિય ભોગ છે. તેના વિના કૃષ્ણ પૂજા પૂર્ણ નથી થતી.

X
flute, cow and basil with idol must be kept with idol while worshiping Lord Krishna
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી