તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીતળા માતા સ્વરૂપઃ દેવીનું વાહન ગધેડું છે, તેઓ લીમડાના પાનની માળા પહેરે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શીતળા સાતમ અને આઠમના દિવસે ઠંડું ભોજન કરવાની પરંપરા

ધર્મ દર્શન ડેસ્કઃ ફાગણ મહિનાના વદ પક્ષની સાતમને શીતળા સાતમ (મારવાડી સાતમ) કહેવામાં આવે છે. આ પર્વ મારવાડી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાના વદ પક્ષની સાતમ અને આઠમના દિવસે ઠંડું ભોજન કરવાની પરંપરા છે. આ દિવસોમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે જાણો શીતળા માતા સાથે જોડાયેલી ખાસ વાતો.

શીતળા માતાનું વાહન ગધેડું છેઃ-
પં. શર્મા પ્રમાણે શીતળા માતા ગધેડાની સવારી કરે છે, તેમના હાથમાં કળશ, સાવરણી, સૂપડી રહે છે. તેઓ લીમડાના પાનની માળા ધારણ કરે છે. શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવો જોઇએ.

આ પર્વ ઋતુઓના સંધિકાળમાં આવે છેઃ-
મારવાડી સાતમ અને આઠમ શરદી અને ગરમીના સમયગાળા વચ્ચે આવે છે. હાલ શિયાળો પૂર્ણ થવા પર છે અને ગરમીની શરૂઆતનો સમય છે. પં. શર્મા પ્રમાણે બે ઋતુઓના સંધિકાળમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સંધિકાળમાં જરૂરી સાવધાની રાખવામાં આવે છે. આ સમયમાં ખાનપાનમાં કરવામાં આવતી બેદરકારી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે.

આ દિવસોમાં ઠંડું ભોજન કરવાથી શું લાભ થાય છે?
આ 2 દિવસોમાં શીતળા માતા માટે વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન કરતાં લોકો આ દિવસોમાં વાસી એટલે ઠંડું ભોજન ખાય છે. સાતમ અથવા આઠમે ઠંડું ભોજન કરવાથી ઠંડીના પ્રકોપથી થતી કફ સંબંધી બિમારીઓ થવાની સંભાવનાઓ ઓછી રહે છે.


વર્ષમાં એક દિવસ શરદી અને ગરમીના સંધિકાળમાં ઠંડું ભોજન કરવાથી પેટ અને પાચન તંત્રને પણ લાભ મળે છે. અનેક લોકોને ઠંડીના કારણે તાવ, ફોડલા, આંખ સંબંધિત પરેશાની વગેરે થવાની સંભાવનાઓ રહે છે. તેમણે દર વર્ષે શીતળા સાતમ અને આઠમે વાસી ભોજન કરવું જોઇએ. શીતળા માતાની પૂજા કરતાં લોકો આ તિથિએ ગરમ ભોજન કરવાથી બચવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો