ભવિષ્ય પુરાણ / દરરોજ સવારે વહેલાં ઊઠીને સ્નાન બાદ તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ

Every morning you should wake up early and offer water to the lord sun

Divyabhaskar.com

Aug 25, 2019, 05:09 PM IST

ધર્મ ડેસ્કઃ જૂની પરંપરાઓમાં પંચદેવોનો ઉલ્લેખ છે, જેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ પંચદેવ શ્રીગણેશ, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્ય દેવ છે. સૂર્યદેવ એક માત્ર દૃશ્યમાન દેવતા છે. દરરોજ સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ અર્પણ કરવું જોઇએ. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ભવિષ્ય પુરાણ અંકના બ્રહ્મપર્વ મુજબ સૂર્યપૂજા સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જાણીએ.

  • બ્રહ્મપર્વના સૌરધર્મમાં સદાચરણ અધ્યાય મુજબ જે લોકો સૂર્ય ભગવાનને જળ ચઢાવે છે, તેમણે સૂર્યોદય પહેલાં ઊઠી જવું જોઇએ.
  • ઘરની બહાર ક્યાંક જતી વખતે ભગવાન સૂર્યને પ્રણામ અવશ્ય કરવું. રસ્તામાં ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર દેખાય તો શિખર દર્શન અને પ્રણામ કરવાં જોઇએ.
  • ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જો વરસાદના દિવસોમાં વાદળોના કારણે સૂર્ય ન દેખાય તો પૂર્વ દિશા તરફ મોઢું કરીને સૂર્યદેવનું ધ્યાન કરો અને જળ ચઢાવો. સૂર્યદેવની તસવીર અથવા મૂર્તિનાં દર્શન કરો.
  • સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ. સૂર્ય માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ. જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્ર, ૐ સૂર્યાય નમ: ૐ આદિત્યાય નમ: ૐ ભાસ્કરાય નમ વગેરે મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ.
  • જેની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં ન હોય તેમણે દરરોજ સૂર્યને જળ ચઢાવવું જોઇએ. તેનાથી સૂર્યનો દોષ દૂર થઈ શકે છે. સૂર્ય ભગવાનની કૃપાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે. સવારે વહેલાં ઊઠીને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે.
X
Every morning you should wake up early and offer water to the lord sun
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી