તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવાર અને એકાદશીનો શુભ યોગ, ભગવાન વિષ્ણુ સાથે શીવજીની પણ ઉપાસના કરી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકાદશી નિમિત્તે વર્ષોથી વ્રત-ઉપવાસ કરવાની પરંપરા ચાલી આવે છે
  • એકાદશીના દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક. આજે સોમવાર, 9 સપ્ટેમ્બર એટલે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી. આ દિવસને ડોલ અગિયારસ અથવા જલ જીલણી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સોમવારનાં સ્વામી શીવજી છે અને આ દિવસનો કારક ગ્રહ ચંન્દ્ર છે. એકાદશી અને સોમવારનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુ ભગવાન સાથે શીવજી અને ચંન્દ્ર દેવની પૂજા પણ કરવામાં આવે છે. ઉજ્જૈનની જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ એકાદશી પર વ્રત-ઉપવાસ કરવાની પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે. 

વિષ્ણુ ભગવાનની પૂજા કેવી રીતે કરશો?

  • એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી કોઈ મંદિરમાં જઈને અથવા ઘરમાં રહેલા મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસીને વ્રત અને પૂજા કરવું.
  • ભગવાનની પૂજા કરો. વ્રત કરનાર વ્યક્તિ દિવસભર અન્નનો ત્યાગ કરે છે. એક ટાળામાં ફળાહાર લઈ શકાય.
  • કોઈ બ્રાહ્મણ થકી પૂજા કરાવવામાં આવે તો વધુ લાભદાયી સાબિત થાય. ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ પંચામૃત આરોગી જવું.
  • પૂજામાં તમારે 'ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. એકાદશીના વ્રત પછી, સવારે સ્નાન કર્યા બાદ દ્વાદશીની તારીખે પૂજા કરો અને ઘરમાં બેસાડીને બ્રાહ્મણોને ભોજન કરાવો. ત્યાર પછી તમે પોતે ભોજલ લઈ શકો છો.

એકાદશી નિમિત્તે કરવા જેવું કામ
શિવલિંગની પાસે દીવો પ્રગટાવો અને તાંબાના વાસણથી પાણી ચઢાવો, કાળા તલ પણ ચઢાવો. ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો. સૂર્યાસ્ત પછી અને તુલસી નજીક ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો. વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજાની શરૂઆત ગણેશની ઉપાસનાથી કરો. ચંદ્રદેવ માટે શિવલિંગ પર ચાંદીના લોટાથી દૂધ અર્પણ કરો. ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો.

અન્ય સમાચારો પણ છે...