વ્રત / દશામાના વ્રતનો આરંભ, મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ સુધી પૂજન અર્ચન કરાશે

Dashama vrat begin today

  • વ્રતના અંતિમ દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે 
  • રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી દશામાના વ્રતનો મહિમા દર વર્ષે વધી રહ્યો છે

Divyabhaskar.com

Jul 31, 2019, 11:33 AM IST

ધર્મ ડેસ્ક. અષાઢ વદ અમાસ, તા. 31 જુલાઈ ગુરૂવારથી રાજ્યભરમાં દશામાના પવિત્ર વ્રતનો આરંભ થઇ રહ્યો છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળી રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. રાજ્યભરમાં છેલ્લા 15 વર્ષથી દશામાના વ્રતનો મહિમા દર વર્ષે વધી રહ્યો છે.

દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવ પૂજન કરે છે, એટલું જ નહીં પરિવારના સભ્યો તેમજ પાડોશી મહિલાઓ દશામાની વાર્તાનું વાંચન અને શ્રવણ કરે છે.

આ દિવસોમાં વ્રતધારી પરિવારો યથાશક્તિ મુજબ બહેનોની ગોરણી, બટુક ભોજન, બ્રહ્મભોજન અને માતાજીનો તાવો પણ કરે છે. તેઓને રોકડ સ્વરૂપે કે ચીજવસ્તુઓ કે કાપડ સ્વરૂપે ભેટ આપી રાજીપો મેળવે છે. દશ દિવસ સુધી દરરોજ દશામાના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. અંતમાં વ્રતધારી પરિવારો સામૂહિક રીતે દશામાની મૂર્તિનું દરિયામાં વિધિવત વિસર્જન કરી ધન્યતાની લાગણી અનુભવે છે.

X
Dashama vrat begin today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી