પૂજા-પાઠ / બુધવારે ગણેશ ચોથ, આ દિવસે ભગવાન ગણપતિને દૂર્વા ચઢાવીને 12 મંત્રનો જાપ કરવો

Chanting 12 mantras by offering Lord Ganapati on Ganesh Chaturthi day

  • ચોથ તિથિએ ગણેશજી સાથે ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે.

Divyabhaskar.com

Feb 11, 2020, 07:54 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 12 ફેબ્રુઆરીએ મહા મહિનાના વદ પક્ષની ચોથ તિથિ રહેશે. આ દિવસે સવારે 7 વાગ્યા સુધી તીજ અને ત્યાર બાદ ચોથ તિથિ શરૂ થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે ચોથ તિથિએ ગણેશજી સાથે જ ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે. આ તિથિના સ્વામી ગણેશજી છે. માન્યતા છે કે, આ દિવસે ઘરની સુખ-સમૃદ્ધિની કામનાથી ભગવાન ગણેશ માટે વ્રત કરવામાં આવે છે. સાંજે ચંદ્ર ઉદય બાદ ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને દૂધનો અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે, ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવે છે.

ગણેશજીની પૂજા કઇ રીતે કરશોઃ-

  • ગણેશ ચોથ એટલે બુધવારે સવારે વહેલાં જાગવું અને સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીથી બનેલાં ભગવાન શ્રીગણેશની પ્રતિમા ઘરના મંદિરમાં સ્થાપિત કરો. જો તમે ઇચ્છો તો ગણેશજીના મંદિરે પણ જઇ શકો છો. ત્યાર બાદ ભગવાન શ્રીગણેશને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. પૂજાનો દોરો અર્પણ કરો. ચોખા ચઢાવો.
  • ગણેશ મંત્ર ૐ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીને દૂર્વા ચઢાવો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને ગણેશજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ અન્ય ભક્તોને વહેંચો. જો સંભવ હોય તો ઘરમાં બ્રાહ્મણોને ભોજન કરાવો. દક્ષિણા આપો. ગણેશ ચોથના વ્રત કરનાર વ્યક્તિએ સાંજે ચંદ્ર દર્શન કરવા જોઇએ. પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ જ ભોજન કરવું જોઇએ.
  • ગણેશજીની પૂજામાં 12 મંત્રનો જાપ કરવો જોઇએ. ૐ સુમુખાય નમઃ, ૐએકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગજકર્ણકાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નાશાનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.
X
Chanting 12 mantras by offering Lord Ganapati on Ganesh Chaturthi day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી