નીતિ / જે વ્યક્તિ બીજાનાં દુઃખ દૂર કરવા પોતાનું સુખ ત્યજી દે તેના ઉપર વિશ્વાસ કરો

chanakya niti, we should remember this tips for happy life

  • ચાણક્ય નીતિને જીવનમાં ઉતારીએ તો અનેક તકલીફો ટાળી શકાય છે 
  • ઘમંડ કરનારા અને અસત્ય બોલતા લોકો પર વિશ્વાસ કરવો નહીં
  • ધર્મ અને નીતિથી પૈસા કમાતા લોકો પર વિશ્વાસ કરવો જોઈએ

Divyabhaskar.com

Aug 21, 2019, 12:39 PM IST

ધર્મ ડેસ્ક. અખંડ ભારતની સ્થાપના અને તેમની નીતિઓ માટે આચાર્ય ચાણક્યને આજે પણ યાદ કરવામાં આવે છે. ચાણક્યએ તેમની નીતિઓ દ્વારા જ સામાન્ય બાળક ચંદ્રગુપ્તને ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. જો દૈનિક જીવનમાં ચાણક્ય નીતિનું પાલન કરવામાં આવે તો આપણે ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. અહીં પ્રસ્તુત છે ચાણક્યની આવી જ નીતિ જે સમજાવે છે કે, કોઈના પર વિશ્વાસ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું...

ચાણક્ય કહે છે,

यथा चतुर्भि: कनकं परीक्ष्यते निघर्षणं छेदनतापताडनै:।
तथा चतुर्भि: पुरुषं परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

ચાણક્ય નીતિના પાંચમા અધ્યાયના શ્લોક- 2 અનુસાર સોનાને તેની ચકાસણી કરવા, કાપીને જોવામાં આવે છે, આગમાં ગરમ કરવામાં આવે છે, સોનું શુદ્ધ છે કે નહીં તે જોવા માટે ટીપીને જોવામાં આવે છે. જો સોનામાં ભેળસેળ હોય, તો તે આ ચાર કાર્યોથી ઓળખાઈ આવે છે. તેવી જ રીતે વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ચાણક્ય નીતિ અનુસાર કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા એ જુઓ કે તે બીજાના દુઃખને દૂર કરવા માટે પોતાની ખુશીનો ભોગ આપી શકે છે કે નહીં. જો કોઈ વ્યક્તિ બીજાની ખુશી માટે પોતાની ખુશીનો ત્યાગ કરે છે, તો તેના પર વિશ્વાસ કરી શકાય છે.

  • જે લોકોનું ચરિત્ર સારું છે એટલે કે, જેઓ ક્યારેય બીજા માટે ખોટું નથી વિચારતા, તેમના પર વિશ્વાસ કરી શકાય છે.
  • ક્રોધિત, આળસુ, સ્વાર્થી, ઘમંડ કરનારા અને અસત્ય બોલતા લોકો પર વિશ્વાસ કરવો નહીં. જે લોકો શાંત છે, હંમેશાં સાચું કહે છે, તેવા લોકો વિશ્વાસપાત્ર હોય છે.
  • જો કોઈ વ્યક્તિ અનિયંત્રિત વર્તન કરે છે અને ખોટી રીતે પૈસા કમાવે છે, તો વ્યક્તિએ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવા લોકો પોતાના સ્વાર્થ માટે કોઈને પણ છેતરી શકે છે. ધર્મ અને નીતિથી પૈસા કમાતા લોકો પર વિશ્વાસ કરવો જોઈએ.
X
chanakya niti, we should remember this tips for happy life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી