મહાન શિક્ષક / ‘ચાણક્યનીતિ’ તો ધર્મનીતિની મંજૂષા છે’

Chanakya Niti is the sanction of religion

  • ચાણક્યના ‘નીતિ’ વિષયક ખ્યાલો વ્યાપક અને વૈશ્વિક છે
  • ‘ચાણક્યનીતિ’ તો માનવજીવનની અનેક શંકા સમસ્યાઓના ઉકેલની ‘રત્નમંજૂષા’ છે

Divyabhaskar.com

Sep 05, 2019, 12:23 PM IST

ધર્મ ડેસ્ક (ડો. મણિભાઇ પ્રજાપતિ). વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તેમજ ન્યાયનીતિ અને બુદ્ધિશક્તિના સ્વામી ચાણક્યે રાજનીતિ અને સંકલ્પશક્તિની કુશળતાના પ્રતાપે મગધના ક્રૂર શાસકોના નંદવંશનો નાશ કરી સત્તાપલટો કર્યો, ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદીએ બેસાડીને સુરાજ્ય પ્રવર્તિત કર્યું. આવી વિગત ભાગવત અનેવિષ્ણુપુરાણમાં મળે છે.

એક વાર નંદ રાજાએ પોતાના દરબારમાં ઉપસ્થિત આચાર્ય ચાણક્યનું હળહળતું અપમાન કરેલું. આવા અપમાનથી એમણે નંદવંશને ઉથલાવી દઈને પોતાના શિષ્ય ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યો. ચંદ્રગુપ્તના દરબારમાં તે આચાર્ય અને અમાત્ય થયા. ‘ચણક’ નામના આચાર્યના પુત્ર ચાણક્યના જીવનની ઝાઝી માહિતી મળતી નથી. તેમનાં અન્ય નામ છે- કૌટિલ્ય અનેવિષ્ણુગુપ્ત. કેટલાકનો એવો મત છે કે રાજનીતિશાસ્ત્રની કુટિલ નીતિના પ્રવર્તક હોઈ, તેમનું ‘કૌટિલ્ય’ નામ પડ્યું!

‘ચાણક્યનીતિ અને કૌટિલ્ય-અર્થશાસ્ત્ર’

ધર્મશાસ્ત્રીય ગ્રંથો છે. ભારતીય સંસ્કૃતિમાં ‘ધર્મ’નો વ્યાપક અર્થ છે, તેથી ધર્મશાસ્ત્રમાં જીવન ધર્મનીતિ, રાજનીતિ અને અર્થનીતિ એ ત્રણયે નીતિઓના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ‘નીતિ’નો સામાન્ય અર્થ થાય: સમાજને સુવ્યવસ્થિત, સુખી, સમૃદ્ધ તેમજ નિરુપદ્રવી કરવાના ઉપાયો કેસિદ્ધાંતો. નીતિકુશળ વ્યક્તિને પણ આપણે ‘ચાણક્ય’ કહીએ છીએ.‘ચાણક્યનીતિ’માં સંગ્રહિત રત્ન જેવા બોધપ્રદ વિચારો કેવળ ચંદ્રગુપ્ત જેવા રાજપુરુષો માટે જ નથી, પણ સમગ્ર માનવજાત માટે જીવન જીવવાનું પાથેય (ભાથું) બની રહે છે.

‘ચાણક્યનીતિ’ના સૂત્રો-સુભાષિતોમાં ધર્મનીતિ આધારિત જીવનદર્શન પ્રગટ થાય છે. ‘ધર્માર્ધ્થશ્ચ કામશ્ચ’, ‘અર્થ’ અને ‘કામ’ની સિદ્ધિ ધર્મપૂર્વક કરાય એ મહાભારતીય જીવનાદર્શ ચાણક્યે પચાવ્યો છે, તેથી ‘ચાણક્યનીતિ’ ગ્રંથ દ્વારા ધર્મનીતિ સાથે સંકળાયલ તત્ત્વો તેમજ વિભિન્ન માનવ કક્ષાઓના સદગુણ -દુર્ગુણ, વિદ્યામહિમા, મૂર્ખ વિદ્વાન, સજ્જન દુર્જન, ધૈર્ય, દૈવ વગેરેનાં સ્વરૂપ લક્ષણોનું નિરૂપણ કરીને આચાર્ય ચાણક્યે માનવજીવનની આચારસંહિતા રજૂ કરી છે. ચાણક્ય સ્વયં કહે છે, ‘ચાણક્યનીતિ’ તો સર્વશાસ્ત્રોનું મંથન કરીને તારવેલું નવનીત છે.

‘વિદ્યા’ અને ‘વિદ્વાન’ વિષેના ચાણક્યના વિચારો ‘ચાણક્યનીતિ’માં અનેક બોધપ્રદ વિચારોનું સંકલન થયું છે. નોંધીએ: ‘વિદ્યા ભણાવનાર શિક્ષક જ્યાં ન હોય, ત્યાં વાસ ન કરવો’, ‘બ્રાહ્મણોનું બાળ વિદ્યા છે’, ‘વિદ્યા તો કુરૂપનું પણ રૂપ છે’, ‘વિદ્યામાં કામધેનુના ગુણ છે’, ‘વિદ્યા વિનાના ગુરુનો ત્યાગ કરવો’, ‘પ્રવાસમાં વિદ્યા તો મિત્ર બની રહે છે’, ‘વિદ્યા સર્વત્ર પૂજાય છે’, ‘વિહ્વાન સર્વત્ર પૂજાય છે’ વગેરે.

વિદ્યાનો મહિમા ગાતું એક સુભાષિત જોઈએ : રૂપ-યૌવન-સંપન્ના વિશાલકુલસંભવા વિદ્યાહીના ન શોભન્તેનિર્ગન્ધા ઇવ કિંશુકા : (ચાણક્યનીતિ, 3/8) ‘ઊંચા-ઉત્તમ કુળમાં જન્મેલા અને સુંદર રૂપ અને યૌવનથી સંપન્ન હોય, તો પણ વિદ્યા વગરના મનુષ્યો સુગંધ વિનાના કેસૂડાંનાં ફૂલોની જેમ શોભતા નથી. આચાર્ય-ગુરુ-શિક્ષક ચાણક્ય ઇતિહાસના પાને અમર થઈ ગયા.

X
Chanakya Niti is the sanction of religion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી