ચાણક્ય નીતિ / લાંબા નખવાળાં પ્રાણીઓ સહિત કોનો વિશ્વાસ ન કરવો જોઈએ?

chanakya niti

Divyabhaskar.com

Jun 12, 2019, 03:26 PM IST

ધર્મ ડેસ્ક : ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે ક્યા છનો આંધળો વિશ્વાસ ન કરવો. આમનો આંધળો વિશ્વાસ કરવાથી ઘણીવાર જીવ પણ ગુમાવવો પડી શકે છે.


नखीनां च नदीनां च श्रृंगीणां शस्त्रपाणिणां।
विश्वासो नैव कर्तव्यः स्त्रीषु राजकुलेषु च।।
ચાણક્ય નીતિ : અધ્યાય-1, શ્લોક-15.


અર્થ-લાંબા નખવાળાં પ્રાણીઓ, નદીઓ, મોટા શિંગડાંવાળાં પશુઓ, શસ્ત્રધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારનો આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.


લાંબા નખવાળાં અને મોટા શિંગડાંવાળાં પશુઓ હિંસક હોય તે સ્વાભાવિક છે તેથી હંમેશા તેનાથી દૂર રહેવું જોઈએ અને તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. કારણ કે તેમના ઉપર વિશ્વાસ કરવાથી જીવ પણ ગુમાવવો પડી શકે છે.


એવી રીતે જેના હાથમાં શસ્ત્ર હોય તે વ્યક્તિ ઉપર પણ આંધળો વિશ્વાસ કરવો પણ જોખમી છે. કારણે કે આવેશમાં આવીને તે ક્યારે હુમલો કરી દે તેનો અંદાજ આવતો નથી. મજાકમાં કે ગુસ્સામાં તેની હરકત નુકસાન કરી શકે છે તેથી તેનાથી દૂર રહેવું.


નદીની ઊંડાઈ અને તેના પ્રવાહની શક્તિનો કોઈ અંદાજ લગાવી શકતું નથી. તેથી નદીમાં પસાર થતી વેળાએ સાવધાન રહેવું અથવા ન થવું. કારણ કે તેમાં જરા પણ ભૂલ કરો તો જીવ પણ ગુમાવવો પડી શકે છે.


ચાણક્ય કહે છે કે સ્ત્રી અને રાજ પરિવાર ઉપર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ. કારણ કે તેઓ વાત અલગ કરે છે અને વર્તન અલગ કરી શકે છે.

X
chanakya niti
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી