જન્માષ્ટમી / જીવનમાં કોઈ દોષ છે તો તેને દૂર કરવા માટે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ટાણે આટલું કરો

Celebrate Krishna Janmashtmi to remove any faults in life

Divyabhaskar.com

Aug 24, 2019, 10:47 AM IST

જય શ્રી કૃષ્ણ,
આજે જન્માષ્ટમી એટકે કે શામળા ગિરધારી-કાનાનો Happy Birthday

સાથે જ આનંદ,ઉત્સાહ અને નવા-નવા પકવાનોનો ખાવા ખવડાવવાનો તહેવાર એટલે જન્માષ્ટમી.ભગવાન કૃષ્ણ ભક્તો આ દિવસની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે જન્માષ્ટમી આવે અને ઉજવણી કરીએ.કૃષ્ણની કથા અનુસાર રાત્રે બાર વાગ્યે કૃષ્ણ ગોપાલનો જન્મ થાય છે અને લોકો ધામધૂમથી ઉજવે છે.આ દિવસે સ્કુલ કોલેજ માં રજાનો દિવસ હોય છે.જેથી બાળકો પણ આનંદ ઉત્સાહમાં હોય છે.આ દિવસ નિમિતે લોકો જાત-જાતના અને ભાત-ભાતના પકવાન બનાવે છે.સાથે જ મટકી ફોડનો કાર્યક્રમ પણ લોકો દ્વારા યોજવામાં આવે છે.ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણના પારણા પણ બાંધવામાં આવે છે અને તેમાં કૃષ્ણની મૂર્તિ રાખીને તેમને ઝુલાવી અનેરો આનંદ પ્રાપ્ત કરે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર,

  • તમને સંપત્તિથી સંબંધિત કોઇ સમસ્યા,અટકનું નામ,ધન અને યશને નુકસાન થઇ રહ્યું હોય તો આ મોરનું પીંછું તમારા માટે સાક્ષાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40 દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે.
  • મોરના પીછાને ખુબજ શુકુનવંતુ માનવામાં આવે છે.
  • જયારે તમને શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો જન્માષ્ટમીની રાત્રે મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો.સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો.જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ પણ મોટા ઝાડ નીચે દબાવી દો.આમ કરવાથી તમારો શત્રુ નો વિનાશ થશે કે તમારો મિત્ર બની જશે.
  • કુંડળીમાં કાલસર્પ દોષ કે પછી બીજા કોઇપણ પ્રકારનો દોષ હોય.મોરનું પીંછું આ તમામ દોષોને હરણ કરનાર છે.
  • કુંડળીના દોષોને દૂર કરવા માટે જન્માષ્ટમીની રાત્રે તમારા તકિયા નીચે સાત નાના-નાના મોરનાં પીંછા મૂકી દો. અને આ મોર ના પીંછા શુક્રવારે સાંજે કોઈ ભિક્ષુકને આપી દો આમ કરવાથી નસીબ તમને સાથ આપશે.
X
Celebrate Krishna Janmashtmi to remove any faults in life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી