ભવિષ્ય પુરાણ / સવારે સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા છે, આવું કરવાથી ધર્મ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે

benefits of surya pooja, surya puja tips, how to offer water to lord sun

  • શ્રીકૃષ્ણએ તેના પુત્ર સાંબને જણાવ્યું હતું કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ અને કયો મંત્ર બોલવો જોઇએ.

Divyabhaskar.com

Oct 30, 2019, 10:05 AM IST

ધર્મ ડેસ્કઃ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે. આ પરંપરાથી ધાર્મિક અને સ્વાસ્થ્ય લાભ મળે છે. સૂર્યને જળ અર્પણ કરવાથી ત્વચાની ચમક વધે છે, આળસ દૂર થાય છે, આંખનું તેજ વધે છે. આ પરંપરા વિશે ભવિષ્ય પુરાણના બ્રાહ્મ પર્વમાં શ્રીકૃષ્ણ અને સાંબના સંવાદ છે. સાંબ શ્રીકૃષ્ણના પુત્ર હતાં. આ સંવાદમાં શ્રીકૃષ્ણને સાંબને સૂર્યદેવની મહિમા જણાવી છે. શ્રીકૃષ્ણ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂર્યની પૂજા કરવી જોઇએ.

ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું કે, સ્વયં તેમણે પણ સૂર્યની પૂજા કરી હતી અને તેના જ પ્રભાવથી તેમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. શ્રીષ્ણ દ્વારા જણાવવામાં આવેલી સૂર્ય પૂજા સાથે જોડાયેલી થોડી ખાસ વાતો...

સવારે સ્નાન બાદ ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો, તેમાં ચોખા, ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. જળ અર્પણ કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરો.

સૂર્ય મંત્ર - ऊँ खखोल्काय स्वाहा

આ પ્રકારે સૂર્યની આરાધના કર્યા બાદ ધૂપ, દીપથી સૂર્યદેવનું પૂજન કરો. સૂર્ય સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે, તાંબાના વાસણ, પીળા અથવા લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદન વગેરેનું દાન કરો. તમારી શ્રદ્ધાનુસાર આ વસ્તઓમાંથી કોઇપણ વસ્તુનું દાન કરી શકાય છે. દર રવિવારે સૂર્ય માટે વ્રત કરો. એક સમય ફળાહાર કરી સૂર્યદેવનું પૂજન કરો.

X
benefits of surya pooja, surya puja tips, how to offer water to lord sun
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી