પર્વ / વસંત પંચમીએ બનશે ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગ, 3 ગ્રહો તેમની પોતાની જ રાશિમાં રહેશે

Basant Panchami 2020: Vasant Panchami Date Time Shubh Muhurat, 3 planets in their own zodiac

  • સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ જેવા શુભ મુહૂર્ત સાથે બૃહસ્પતિ, મંગળ અને શનિ તેમની જ રાશિમાં રહેશે

Divyabhaskar.com

Jan 28, 2020, 07:59 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ મહા સુદ પાંચમએ વસંત પચંમીનો પર્વ ઉજવવામાં આવે છે. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીનો જન્મોત્સવ વસંત પંચમી એટલે 30 જાન્યુઆરીએ છે. વસંત પંચમીના દિવસ સિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ જેવા બે શુભ મુહૂર્તનો સંયોગ પણ બની રહ્યો છે. આ કારણે પંડિતોએ તેને વાગ્દાન, વિદ્યારંભ, યજ્ઞોપવીત (જનોઈ) વગેરે સંસ્કારો અને અન્ય શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માન્યો છે. વસંત પંચમીએ માતા સરસ્વતીની આરાધના સાથે જ લગ્નના શુભ મુહૂર્ત પણ રહેશે.

ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિઃ-
કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં ગણેશ મિશ્રા પ્રમાણે આ વખતે વસંત પંચમી એટલાં માટે પણ શ્રેષ્ઠ છે. કેમ કે, વર્ષો બાદ ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ આ દિવસને વધારે ખાસ બનાવી રહી છે. આ વખતે ત્રણ ગ્રહ તેમની પોતાની જ રાશિમાં રહેશે. મંગળ વૃશ્ચિકમાં, બૃહસ્પતિ ધનમાં અને શનિ મકર રાશિમાં રહેશે. લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પં. મિશ્રા પ્રમાણે વસંત પંચમી અબૂઝ મુહૂર્તવાળા પર્વોની શ્રેણીમાં સામેલ છે, પરંતુ આ દિવસે ગુરૂવાર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોવાથી સિદ્ધિ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. બંને યોગ રહેવાથી વસંત પંચમીની શુભતામાં વધારો થશે.

વસંત પંચમી ક્યારે રહેશેઃ-
આ વર્ષે વસંત પંચમીને લઇને પંચાંગ ભેદ પણ છે. થોડાં સ્થાને આ પર્વ 29 અને થોડાં સ્થાને 30 જાન્યુઆરીએ રહેશે. પં. મિશ્રા પ્રમાણે વસંત પંચમી તિથિ બુધવારે સવારે 10.46 થી શરૂ થશે જે ગુરૂવારે બપોરે 1.20 સુધી રહેશે. બંને દિવસ પૂર્વાહ્ન વ્યાપિની તિથિ રહેશે. ધર્મસિંધુ વગેરે ગ્રંથો પ્રમાણે જો ચોથ તિથિ વિદ્ધા પંચમી હોવાથી શાસ્ત્રોક્ત રૂપથી 29 જાન્યુઆરીએ વસંત પંચમી ઉજવવી શ્રેષ્ઠ રહેશે.

સરસ્વતી પૂજાઃ-
વસંત પંચમી એટલે મહા સુદ પાંચમે જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીજીનો પ્રાકટ્ય દિવસ. આ અવસરે માતા સરસ્વતી અને ભગવાન શ્રીવિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાએ ગ્રંથોની પૂજા પણ થાય છે.

વિદ્યારંભ પર્વઃ-
પં. મિશ્રા પ્રમાણે લગ્ન જીવન માટે સર્વાર્થસિદ્ધિ અને રવિયોગનો સંયોગ બનશે, જે માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત કરવા તથા લગ્ન જેવા બંધન માટે શ્રેષ્ઠ છે. વસંત પંચમી પર્વ વિદ્યારંભ કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે.

X
Basant Panchami 2020: Vasant Panchami Date Time Shubh Muhurat, 3 planets in their own zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી