પૂજા-પાઠ / સોમવારે દુર્ગા નોમ પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, દેવી સાથે શિવજીની વિધિવત પૂજા કરો

auspicious Yoga is happening on Durga Nom on Monday, worship Goddess with Shiva

  • શિવલિંગ ઉપર ચંદનથી તિલક કરો અને ફળ-ફૂલ, બીલીપાન અર્પણ કરો. ત્યાર બાદ ऊँ उमामहेश्वराय नम: મંત્રનો જાપ કરો

Divyabhaskar.com

Oct 06, 2019, 12:35 PM IST

ધર્મ ડેસ્કઃ સોમવાર, 7 ઓક્ટોબરે દુર્ગા નોમ છે. આ દિવસે દેવીના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સોમવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં દુર્ગા નોમ ઉજવવામાં આવશે. આ યોગમાં કરેલાં શુભ કામ જલ્દી સફળ થાય છે. સોમવાર અને દુર્ગા નોમના યોગમાં દેવી સાથે શિવજીની પણ વિધિવત પૂજા કરવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો શિવલિંગ પૂજાની સરળ વિધિ...

  • પૂજામાં ભગવાન શિવના મંત્રોનો જાપ કરો- મંત્રઃ- ऊँ उमामहेश्वराय नम:, ऊँ महेश्वराय नम:, ऊँ शंकराय नम: ऊँ सांब सदा शिवाय नम:
  • શિવપૂજામાં સૌથી પહેલાં ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશજીને સ્નાન કરાવો. કપડાં અર્પણ કરો. ફૂલ, ચોખા ચઢાવો. દીવો પ્રગટાવો. ગણેશ પૂજા બાદ ભગવાન શિવની પૂજા શરૂ કરો. ઘરના મંદિરમાં સ્થાપિત શિવલિંગમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીનું આવાહન કરો. આવાહન એટલે ભગવાનને બોલાવવાં. ભગવાન શિવને બોલાવો. શિવજી અને માતા પાર્વતીને તમારા ઘરમાં સન્માન સહિત સ્થાન આપો એટલે કે આસન આપો. આવો ભાવ રાખવો જોઇએ.
  • હવે શિવલિંગને સ્નાન કરાવો. પહેલાં જળથી પછી પંચામૃતથી અને ત્યાર બાદ ફરી જળથી સ્નાન કરાવો. હવે ભગવાનને વસ્ત્ર પહેરાવો. વસ્ત્ર બાદ આભૂષણ અને પછી જનેઊ પહેરાવો.
  • ફૂલોનો હાર પહેરાવો. સુગંધિત અત્તર કરો. તિલક કરો. તિલક માટે અષ્ટગંધા કે ચંદનનો ઉપયોગ કરો. મીઠાઈનું નેવૈદ્ય એટલે ભોગ લગાવો. ધૂપ અને દીવો પ્રગટાવો. ભગવાન શિવને ધતૂરા, આંકડાના ફૂલ ખૂબ જ પ્રિય છે. બીલી અર્પણ કરો.
  • ચોખા અર્પણ કરો. શ્રદ્ધાનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી બાદ અડધી પરિક્રમા કરો. ભગવાન શિવની પૂજામાં ऊँ नमः शिवाय મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ. છેલ્લે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો. પૂજા બાદ બધાને પ્રસાદ આપો.
X
auspicious Yoga is happening on Durga Nom on Monday, worship Goddess with Shiva
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી