તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amarnath Pilgrimage Will Start From 23rd June, Know The Facts About Amarnath Dham

23 જૂનથી અમરનાથ તીર્થયાત્રા શરૂ થશે, 3 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપન થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબા બર્ફાનીના દર્શન 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણના બે દિવસ પછી શરૂ થશે
  • સરકાર સુરક્ષા વ્યવસ્થાને લઇને વિશેષ વ્યવસ્થા કરી રહી છે

ધર્મ દર્શન ડેસ્કઃ 23 જૂન, અષાઢ મહિનાની બીજથી અમરનાથ યાત્રા શરૂ થશે. તેનું સમાપન 3 ઓગસ્ટ, 2020 રક્ષાબંધનના રોજ થશે. જમ્મૂ અને કાશમીરના ઉપરાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મૂમાં આયોજિત 37મી બોર્ડ બેઠકમાં આ ત્રણ તારીખની જાહેરાત કરી છે. દર વર્ષે ચોક્કસ સમયગાળા માટે શિવજીની આ ગુફાને દર્શન માટે ખોલવામાં આવે છે. દર વર્ષે અષાઢી પૂનમથી રક્ષાબંધન સુધી શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે.


આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા 21 જૂનના રોજ છે, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણ રહેશે. આ કારણે અમરનાથ દર્શન બે દિવસ બાદ 23 જૂનથી શરૂ થશે. જોકે, હાલ અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. વર્ષ 2019માં કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો નિર્ણય કર્યો હોવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકૂફ રાખી દેવામાં આવી હતી. જેના લીધે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. આ વખતે યાત્રાને લઈ વિશેષ વ્યવસ્થા કરવા પર ભાર આપવામાં આવ્યો છે.
 

1) અમરનાથ ગુફા સાથે જોડાયેલી ખાસ બાબતો

અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં બરફના પાણીના ટીપા સતત ટપકતા રહે છે, જેથી 10-12 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. અમરનાથ શિવલિંગની ઊંચાઈ ચંદ્ર કળાની સાથે વધઘટ થતી રહે છે. પૂનમના દિવસે શિવલિંગ તેના સંપૂર્ણ આકારમાં હોય છે. જ્યારે અમાવાસના દિવસે શિવલિંગનો આકાર નાનો થઈ જાય છે. આવું ચંદ્રના વધવા-ઘટવાના કારણે થાય છે.  

અમરનાથ ગુફા શ્રીનગરથી આશરે 145 કિલોમીટરના અંતરે છે. આ ગુફા 150 ફૂટ ઊંચી અને આશરે 90 ફૂટ લાંબી છે. આ સ્થાન પર જ ભગવાન શિવે પાર્વતીજીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ ગુફા હિમાલય પર્વત પર આશરે 4000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ગુફામાં બરફ જામી જવાથી શિવલિંગ તૈયાર થાય છે. આ શિવલિંગ પ્રાકૃતિક રીતે ચોક્કસ સમયગાળા માટે જ બને છે. ગુફામાં શિવલિંગ સાથે શ્રીગણેશ, પાર્વતી અને ભૈરવના હિમખંડ પણ નિર્મિત થાય છે.  

બાબા અમરનાથ યાત્રાએ જવા માટે બે રસ્તા છે. એક પહલગામ થઇને જાય છે અને બીજો સોનમર્ગ બાલટાલથી જાય છે. દેશભરના કોઇપણ ક્ષેત્રથી પહેલાં પહલગામ અથવા બાલટાલ પહોંચવું પડે છે. ત્યાર બાદની યાત્રા પગપાળા કરવામાં આવે છે. પહલગામથી અમરનાથ જવાનો રસ્તો સરળ અને સુવિધાજનક છે. બાલટાલથી અમરનાથ ગુફાનું અંતર 14 કિલોમીટર છે, પરંતુ આ માર્ગ પસાર કરવો મુશ્કેલ છે. આ કારણે મોટાભાગના યાત્રીઓ પહલગામના રસ્તેથી અમરનાથ જાય છે.  

આ ગુફાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અમરનાથ ગુફાની શોધ સૌથી પહેલાં કોણે કરી હતી, તે સંબંધમાં કોઇ સ્પષ્ટ જાણકારી મળી રહી નથી. એક માન્યતા પ્રમાણે, અનેક વર્ષો પહેલાં આ ક્ષેત્રમાં એક ચરવૈયાને (ઢોર ચરાવનારો) કોઇ સંત જોવા મળ્યાં હતાં. સંતે ચરવૈયાને કોલસાથી ભરેલી એક પોટલી આપી હતી. જ્યારે ચરવૈયો તેના ઘરે પહોંચ્યો ત્યારે પોટલીની અંદરનો કોલસો સોનું બની ગયો હતો. આ ચમત્કાર જોઇને ચરવૈયો આશ્ચર્યચકિત થઇ ગયો અને સંતને શોધવા માટે ફરી તે સ્થાને પહોંચી ગયો. સંતને શોધતા-શોધતા તે ચરવૈયાને અમરનાથ ગુફા જોવા મળી હતી. જ્યારે ત્યાં રહેતાં લોકોએ આ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે અમરનાથ ગુફાને દૈવીય સ્થાન માનવા લાગ્યાં અને અહીં પૂજા શરૂ કરી દીધી.  

પ્રાચીન સમયમાં આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. માતા પાર્વતી સાથે જ આ રહસ્યને શુક (કબૂતર)એ પણ સાંભળ્યું હતું. ત્યાર બાદ તે કબૂતર શુકદેવ ઋષિ સ્વરૂપે અમર થઇ ગયું. ગુફામાં આજે પણ થોડાં શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડ જોવા મળે છે, જેને અમર પક્ષી માનવામાં આવે છે. ભગવાન શિવ જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઇ જઇ રહ્યા હતાં, ત્યારે તેમણે નાના-નાના સાપને અનંતનાગમાં મુક્ત કરી દીધા, માથાના ચંદનને ચંદનબાડીમાં ઉતારી દીધા, અન્ય પિસ્સુઓને(ચાંચડ) પિસ્સૂ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામના સ્થળ પર છોડી દીધા હતાં. આજે પણ આ બધા સ્થાન અમરનાથ યાત્રા દરમિયાન રસ્તામાં જોવા મળે છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો